પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૭


“ હું રાજય છોડું તેની તને શાની ચિંતા ! રજપુતો જોતાજોતામાં યુદ્ધકાળે મરવા તૈયાર થાય, તેમ મહાકાર્યને અર્થે રાજ્ય છોડે; માણસને લક્ષ્મી વ્હાલી કે જીવ ? સઉને જીવ લક્ષ્મી કરતાં વધારે વ્હાલો હોય છે – તે જીવને અમે ગણતા નથી તો લક્ષ્મી તો પગનો જોડો છે.”

જરાશંકર – “શાસ્ત્રમાં કહ્યું છે કે મ્હોટી અને ગુણવાળી વસ્તુનો વિચાર માણસ કરે તેમાં તો શી નવાઈ પણ ન્હાની અને ગુણવગરની વસ્તુનો એ વિચાર પૂર્ણ કરવો, યત્ન કરીને પરિણામ વિચારવો, તે વિચાર પંડિત થઈને કરવો, કારણ ઉતાવળથી કરેલાં દેખીતાં નકામાં કામનો વિપાક એવો થાય છે કે મરણસુધી શલ્ય પેઠે સાલે છે અને હૃદયને નિત્ય બાળી નાંખે છે.”

મલ્લરાજ – “ શ્લોક બોલ, શ્લોક એનો.”

જરાશંકર -

“गुणवदगुणवद्धा कुर्वता कार्यजातम् ।
परिणतिर वधार्या यत्नतः पण्डितेन ॥
अतिरभसकृतानां कर्मणामाविपत्तेर् ।
भवति हृदयदाही शल्यतुल्यो विपाकः ॥"

મલરાજ– “ફરી શ્લોક બોલ.”

જરાશંકર નિ:શ્વાસ મુકી ફરી શ્લોક બોલ્યો.

“મહારાજ, આપે મહાન કુટુંબક્લેશ ઉભો કીધો; મ્હારી સાથે પ્રથમથી જરાક તો મંત્રવિચાર કરવો હતો ?”

મલ્લરાજ નરમ પડી બોલ્યોઃ “જરાશંકર, ખરી વાત છે. ત્હારી સાથે મંત્ર કર્યો હત તો સારું હતું – એ કરવું એ મ્હારો ધર્મ હતો, એમાં ના નહીં. આ કોને શ્લોક છે ?”

જરાશંકર– “મહા અનુભવી મહારાજ ભર્તૃહરિનો.”

મલ્લરાજ– “રાજાનું કહ્યું રાજાએ કબુલ રાખ્યું. થયું તે થયું. ગઈ વસ્તુનો મલ્લરાજ શોક કરતો નથી. પણ એ શીવાય બીજું ખોટું મ્હેં શું કર્યું તે ક્‌હે.”

જરાશંકર– “આ કામ સીધેસીધું પાર ઉતરે તો એમાં રાજ્યનું કલ્યાણ છે તેની હું ના નથી ક્‌હેતો. પણ શત્રુના કીલ્લાનો દરવાજો