પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૭


મલ્લરાજ – “માતાજીની કરેલી સર્વ ચિન્તાઓ કૃપારૂપ જ હશે માટે હું તે જાણ્યા પ્હેલાં સ્વીકારું છું. એ ચિન્તાઓનો સારાંશ સત્વર કહી દે કે તેનો આનંદ મ્હારાથી વધારે વાર દૂર ન ર્‌હે.”

મધુο – “મ્હારા જેવી બે ચાર વાર્તા વિનોદ કરનારી ને બે ગાનારી દાસીઓ, શાસ્ત્રી મહારાજનાં વૃદ્ધ પત્ની, સામંતસિંહનાં અનુભવી ઠકરાળાં, બે ચાર ભાયાતોની યુવાન સ્ત્રીઓ, અને તે ઉપરાંત સેવા અર્થે કેટલુંક દાસીમંડળ: એટલી મંડળી રાણાજીના સહવાસ અર્થે સઉને અવકાશે માતાજી નીમવા ધારે છે; અને માતાજી પોતે તો છે જ, પણ તે આપના મ્હોટાભાઈ શીવાય બીજા પુરુષની કથા કરતાં નથી, પણ અભિમન્યુ ઉદરમાં હતા ત્યારે સુભદ્રા પાસે શ્રીકૃષ્ણે પ્રસવ પ્હેલાં વીરકથા કહી હતી તેમ આપના જયેષ્ઠબંધુનાં સર્વ પરાક્રમનાં કથાકીર્તન માતાજી રાણીજી પાસે વારંવાર કરવા ધારે છે. મહારાજ, પ્રલ્હાદજી ગર્ભમાં હતા ત્યારે તેમની માતા પાસે ઈંદ્રને ઘેર નારદમુનિએ પણ આમ જ પ્રભુની વાર્તાઓ કરી હતી. મહારાજ, ગર્ભવતીની પાસે કરેલી વાર્તાઓથી ગર્ભનો આત્મા બંધાય છે.”

મલ્લરાજ - “મધુમક્ષિકા, માતાજી મ્હારે સારું આટલીબધી ચિંતા રાખે છે તે ઉપકારનો બદલો હું શી રીતે વાળીશ ? મને જન્મ આપનાર માતાજીને તો મ્હારે સારું આટલી ચિંતા કોઈ દિવસ કરવી પડેલી મને સાંભરતી નથી. તેમના કરતાં આજ માતાજી જે ચિંતા કરે છે તે તો હજાર ગણી વધે. રાણી ! આ દેહ હોય કે ન હોય પણ મ્હારે આ ઉપકાર ભુલવો નહી અને ત્હારાં સંતાન ભુલી જાય એમ થવા દેવું નહી. રાણી ! આ ઉપકારના બદલામાં આપણે તે શી સેવા કરી શકીશું ? અરેરે ! એમને લાખ વસ્તુઓનો ખપ પડતો હશે, આપણે સોંપેલાં માણસ એમને લાખ વાનાંની ન્યૂનતા રાખતાં હશે, એમને કંઈ કંઈ ગુપ્ત દુ:ખ પડતાં હશે, પણ જે ઉદારતાથી અને સહનશક્તિથી મ્હારા છત્રબન્ધુના વિયોગનો અતુલ ભાર એમણે વેઠ્યો છે તે જ ગુણોને બળે આ સઉ ન્યૂનતાઓ પણ વેઠી લેતાં હશે. રાણી ! માતાજીની પ્રીતિએ હદ વાળી નાંખી છે.”

મલ્લરાજના નેત્રમાં અશ્રુ ઉભરાયાં અને હાથ વડે તે લ્હોવા લાગ્યો.

મધુο - “મહારાજ ! આપના મહાન હૃદયની કોમળતા આપના