પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૮

મણિરાજ – “ભરતે સિંહના દાંત ગણવા માંડ્યાં ને શકુંતલા આવી ત્યારે ભરતને મુકી રાજા સાથે એ વાતો કરવા મંડી ગઇ ને ભરતને ન બોલાવે શકુંતલા ને ન બોલાવે દુષ્યંત !”

મધુ૦ – “તેનું આજ શું છે ?”

મણિરાજ – “રાણીજીને ત્હારે ક્‌હેવું કે મ્હારે આમ ભરતના જેવું ન થાય, મ્હારી સાથે તો આખો દ્‌હાડો ને રાત ભરતની ને લવકુશની વાતો કર્યા કરે તો આવું.” સઉ હસી પડ્યાં. .

મધુ૦ - “તે રાણીજી કાંઈ મ્હારા હાથમાં ? આપ એમને ક્‌હેજો.”

મણિરાજ – “હું આવ્યો ત્યારે રાજા ત્હારા હાથમાં ખરા ને હવે જતી વખત રાણીજી નહીં. આવ્યો ત્યારે કેમ બોલી કરી હતી ? – જા, નહીં આવું ત્હારી સાથે.”

સર્વ હસી પડ્યાં.

મલ્લરાજ – “કુમાર, જાવ રાણીજીને ક્હેજો.”

મણિરાજ - “હું રાણીજી પાસે માગવાનો નહીં, હમે રાજકુમારો તો બળે કરી લઈએ – તે આવો તાલ નહી ચુકું. આપ દુષ્યંત રાજા જેવું કરશો તો મને નહી ગમે. મ્હારી સાથે તો વાતો કર્યા કરશો તો મને ગમશે.” રાજા પ્રધાન ફરી હસી પડ્યા. મધુમક્ષિકા મ્હોં મલકાવી શરમાઈ ગઈ.

મધુ૦ – “ કુમાર બોલી કરી બાંધશે. માગવાના નહી. ચાલો ત્યારે એમ કરીશું.”

મણિરાજ-“જોજે હાં ! ફરી જઈશ તો પછી જોજે: હું ખુશી નહી રહું ને તને કાયર કરીશ.”

એ બે જણ વાતો કરતાં કરતાં ગયાં. તેમની પાછળ રાજાની । દૃષ્ટિ ગઈ. કુમાર આગળ ચાલી ધાત્રીને હાથ ઝાલી ખેંચતો હતો અને ઉતાવળી ચલાવતો હતો. એ બે અદ્રશ્ય થતાં રાજાની દૃષ્ટિ પાછી વળી. સૂર્યમાંથી કિરણ ફુટે તેમ રાજાના મુખમૂર્યમાંથી પુત્રાભિમાનનો આનંદ ભભુકતો હતો.

રાજાને રાજકુમાર પાછળ જોતો જોઈ પ્રધાન આનંદથી મનમાં બોલ્યોઃ