પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


“એમ નથી. જો, કાંઈ સંકેતની વાત હોય તો સંકેત જાણનારાઓ દૂતમુખે પરસ્પર ક્‌હાવે તો તેમાં કાંઈ બાધ નથી, કારણ દૂત સંકેત જાણતો નથી પણ મનમાં એટલું તો સમજે છે કે આમાં કાંઈ મર્મ છે તે સ્વામીએ કારણસર જ ગુપ્ત રાખ્યો હશે.”

"ઠીક."

“હવે જો, ગો એ શબ્દના ઘણા અર્થ છે. ગો એટલે ગાય, ગો એટલે ઈન્દ્રિય, અને ગો એટલે પૃથ્વી. માટે ગોકુળ એટલે ગોકુળ ગામમાં ગોકુળ એટલે ગાયો ચરે એ વાચ્ય અર્થ; અને ગોકુળ એટલે પૃથ્વી ઉપરનાં કુળ એટલે મનુષ્ય આદિ જાતો છે તેમાં ગો એટલે ઈન્દ્રિયોના કુળ ચરે છે; આ એક પદનું રહસ્ય થયું.”

રાધેદાર વિસ્મિત થયો. “ પછી ?”

“ગોપાળક એટલે એ ગાયોને શ્રીગોપાળ પાળે. રહસ્ય એ કે ઈન્દ્રિયોને બ્રહ્માએ ઉત્પન્ન કરી તેને પાલનાર એટલે જગતની સ્થિતિને અર્થે પાલનાર એ તો ગોપાલ એટલે પૃથ્વીના પાલનાર શ્રીકૃષ્ણ જ કે નહી ? આ રહસ્ય.”

“ઠીક, ભૈયા ! આ તો ચમત્કાર છે.”

“તો !” વિહારપુરી આગળ વાધ્યો; “નંદજીને ઘેર પુત્રરૂપે અવતરી મધુ - કૈટભમાંના મધુ - અસુરને મારનાર બાળક દેખાય છે. દેખાય છે ક્‌હેવાનું કારણ એ કે વસ્તુતઃ બાળક નથી.”

"ત્યારે વાચ્ય અર્થમાં પણ આવો ભેદ રહેલો છે – દેખાય છે એટલે છે, નહી !”

“બરોબર. હવે નંદ ક્‌હેતાં પરમાનંદ–સચ્ચિદાનંદ, તેનું સદન આ બ્રહ્માંડ, તેમાં પુત્રરૂપે એટલે કાર્યરૂપે એટલે જીવરૂપે અવતરીને મધુરિપુ પોતે બાલ એટલે અજ્ઞાની ભાસે છે – સામાને અજ્ઞાની દેખાય છે - વસ્તુતઃ ગોપાલ જ્ઞાનરૂપ જ છે, આ રહસ્ય !! સમજયો?”

“વાહ વાહ, વિહારપુરી ! શું ગુરૂજીએ રહસ્ય મુક્યું છે ? આના ઉપર તો બહુ બહુ મનન કરવું પડશે. વારુ ચાલો.”

“મધુપુરી તે શ્રી મથુરાંજી તે અવનિરૂપ છે; ત્યાં શ્રીકૃષ્ણચંદ્ર વૈકુંઠથી અવતર્યા. હવે રહસ્ય સમજવા એમ લેવું કે અવનિ એટલે પૃથ્વી તે કેવી છે કે દુષ્ટોના ભારથી અવનિ થાય છે એટલે ડબાય છે, ને નીચી જાય છે, તે મધુપુરી જેવી છે કે જ્યાં દુષ્ટ દૈત્યોથી પુણ્ય ઉતરવા લાગ્યાં. પૃથ્વીમાં