પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૯

કંઈ ઉપાય કરશે. એમનો સંબંધ થયો તે સારા કે નરસા પ્રારબ્ધનું એક બીજ રોપાયું. હવે તો એ બીજનું ફળ સારું નીવડે એમ હોય તો તેને ઉત્તમ કરવા યત્ન કરવો અને નરસું નીવડે એમ હોય તો તે નીભાવી લેઈ સુધારવા પ્રયત્ન કરવો એ જ યોગ્ય છે. વિચારકાળે શંકા સ્થાને છેઃ એ કાળ ગયો. આચારકાળે શંકા અસ્થાને છે અને संशयात्मा विनश्यति એ બોધ સ્થાને છે: ઈંગ્રેજની સાથે સંબંધ કર્યો તે આચારકાળ હતો તે પણ ગયો. હવે તો જે હોય તેનો નિર્વાહકાળ આવ્યો છે, અને એ કાળના ચિકિત્સકો અસંદિગ્ધ અને સંમત ઉત્સાહક બોધ આપતા આવ્યા છે કે–

प्रारब्धमुत्तमजना न परित्यजन्ति ॥

“પ્રારબ્ધે કરેલા કર્મનો ત્યાગ ઉત્તમ જનો કરતા નથી – ત્યારે શું કરે છે?-

निर्वाहः प्रतिपन्नवस्तुषु सतामेकं हि गोत्रव्रतम् ॥

“જે વસ્તુ પ્રતિપન્ન કરી તેનો અંત સુધી નિર્વાહ કરવો અને બીજી, રીતે ન વર્તવું એ એક જ સત્પુરુષનું કુલવ્રત છે - એટલે એ વ્રત ન પાળનાર અસત્પુરુષ છે. અને એ વ્રતના આચારકાળે એ પુરુષોના જીવ કેવા રહેછે? તો ક્‌હેનાર ‌ક્‌હેછે કે–

अङ्गीकृतं सकृतिनः परिपालयन्ति ॥

“અંગીકૃત વસ્તુનું સજજનો પરિપાલન કરે છે અને એમ કરનારા સુકૃતિ એટલે કૃતકૃત્ય ભાગ્યશાળી હોય છે અને મનમાં પણ તેમ જ પોતાને સમજે છે. જે સિંહાસન ઉપર આપ બેસો છો તે સ્થાન સત્પુરુષોને માટે જ છે, અને તે સ્થાન ઉપર બેસવાનો અધિકાર મહાભાગ્યનું ફળ, તેમ જ એથી અધિક મહાભાગ્યનું બીજ છે તે મ્હારા કરતાં આપ વધારે જાણો છો.”

“મહારાજ, નિર્વાહકાળે, વિચારકાળના કરેલા વિચારપુરા સ્મરણમાં આવતા નથી, આચારકાળની મુકેલી તીવ્રતા નિર્વાહના કાર્યમાં સ્ફુરતી નથી, અને જે વિઘ્નોના વિચાર આપે પૂર્વે સંપૂર્ણરીતે કરીને જ પ્રારંભનો આદર કરેલો તે વિઘ્નોની તાત્કાલિક મુદ્રા આપના મનને સંકોચ પમાડે છે તે કેવળ મોહને લીધે છે. તે મોહથી વિઘ્નનો નિર્વાહ થવામાં ક્લેશ થાય એ આપના કેવળ યુદ્ધાનુભવી સામંતમાં તો યોગ્ય છે. પણ યુદ્ધદશા તો માત્ર આચારકાળનું એક પગથીયું છે; અને કેવળ–યોદ્ધાઓનું કર્તવ્ય જે ક્ષણે સંપૂર્ણ થાય છે તે જ ક્ષણે