પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૫
“મેના રટે પ્રભુ આજ ! મહારાજ ! રંક મેના રટે તમપાસ ! - ધ્રુવ.
“શૂર પુરુષ તે હાથ ધરે જે નહીં એકલી તરવાર! મહારાજા૦
“શૂર પુરુષ તે હૃદય ધરે જે નહીં કેવળ અંગાર ! મહારાજા૦
'*[૧]“શંખ ધરે રિપુ–હૃદય-વિદારણ જે ત્રિભુવનનો નાથ, મહારાજા૦
'*“ભક્ત-હૃદયની સાંત્વન કાજે પદ્મ ધરે તે હાથ. મહારાજા૦
“લાત ખમી હરિ ભૃગુની હૃદયમાં સિદ્ધ થયો ક્ષ્માનાથ, મહારાજા૦
“અવનિ વસી અવતાર ધર્યા ને વેઠ્યા યુગવ્યવહાર; મહારાજા૦
“મેના જેવી અબળા નારી તે પણ પાળે કાળ, મહારાજા૦
“દેવા મણિ પ્રભુકરમાં એણે તપ તપ્યું છે નવ માસ, મહારાજા૦
“એ હરિકેરા ભક્ત તમે છો – એ મેનાના નાથ: મહારાજા૦
“તેજસ્વી છો તેને ક્ષમાનો કોણ દીવો ધરનાર? મહારાજા૦”

આ વાક્યે રાજાને નિદ્રાસ્ખલિત કર્યો. તેણે પાસું ફેરવ્યું. રાણીનું ગાયન વાધ્યું.

“સામંતશિરના મુકુટમણિથી પદપાવડી સોહાય, મહારાજા૦”

રાજાએ આંખો ઉઘાડી – જાગૃત થયો. રાજા રાણીનું મુખ જોવા લાગ્યો.

“એમ મણિધર પર ભાર ક્ષમાને અચળ ટકાવો ક્ષ્માનાથ ! મહા૦”

રાજા ચમક્યો – રાણીના ખોળામાંથી માથું લઈ લીધું – બેઠો થયો. એનાં નેત્ર-આકાશમાં ધૂમકેતુ ઉદય પામ્યો. રાજાનો ચિત્તવિકાર ચતુર લલના ચેતી ગઈ અને જાતે ચ્હડાવેલા વિષનો ઉતાર જાતે આરંભ્યો.

“અબળા જાતિ નથી અધિકારી સિંહાસનની પાસ, મહારાજા૦
“કોમળ રસની હું અધિકારી, કોમળ જાચું પ્રભાવ ! મહારાજા૦”

ગાનયોગ્ય હાવભાવનું નાટ્ય કરતાં રાજા સામા હાથ જોડતી - રાજાના વિશાળ મેઘ જેવા વક્ષ:સ્થળમાં મુખચંદ્ર ધપાવવા લાગી -

“હાથ જોડી કરી ઉર ઉઘાડું, વનિતા માગે આજ, મહા૦”

રાજા રાણીનું મુખ ઉચું કરી તેમાંથી હવે શું વાક્ય નીકળે છે તે સન્મુખ દૃષ્ટિ કરી સાંભળવા – જોવા – લાગ્યો. રાણીની વાગ્ધારા અસ્ખલિત ચાલતી રહી.

“શાસ્ત્રવિશારદ પીયુ ! દેજો જી શૂર ધીર રસિક શૃંગાર. મહા૦”
“યુદ્ધ-વિશારદ પીયુ! સ્હેજો જી, રાખી ક્ષમા, રસબાણ! મહા૦”

રાજાના વિચાર પોતાના અંગમાં આકર્ષતી લીન કરતી અંગના, પોતે હરાવી દીધેલી સેના ન્હાસતી ન્હાસતી સ્વસ્થ થવા પામી બળવતી થવા


  1. *આ રચના અન્યસ્થળથી જડેલી છે.