પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૮

કરનાર રાજાના મસ્તિકની અવસ્થાનું ચિત્ર આપવા તો શ્રીકંઠ ભવભૂતિ જેવાનો શક્તિપાત જ સમર્થ થાય.

હૃદયમાં વજ્ર અને નેત્રમાં પાણી રાખનાર રાજાની અવસ્થા કેવી દુસ્તર છે ? – ભવભૂતિ ક્‌હેછે કે,-

इदं राज्यं पाल्यं विधिवदभियुक्तेन मनसा
प्रियाशोको जीवं कुसुममिव धर्मः क्लमयति ॥
स्वयं कृत्वा त्यागं विलपनविनोदोप्यसुलभस्
तदद्याप्युच्छासो भवति ननु लाभो हि रुदितम् ॥


પ્રકરણ ૧૨.

નવાં પ્રકરણ અને નવા ઇતિહાસ.

“But no ! the imperial theorist will live and die a martyr to his theory.”

–Merivale on, Aurelius.


પ૨રાજ્યનો પ્રથમ ધક્‌કો વાગ્યો તેની અસર મલ્લરાજના સર્વ તન્ત્રમાં લાગી ગઈ. એનાં ભાયાતો, એની સેના, એનો મિત્ર, એનું અંતઃપુર, એનો સ્નેહ; સર્વ સ્થળમાં છિન્નભિન્નતા થઈ ગયા જેવું થયું. પોતાનાં સર્વ સગાંવ્હાલાં પરાયાં થઈ ગયાં જણાયાં. અભિપ્રાયના ભેદને અંતે પ્રીતિમાં ભેદ પડ્યો. ઈંગ્રેજનો સંબંધ સ્વીકારતાં ક્ષત્રિય બન્ધુઓ નકામા થઈ ગયા, તેની લાગણી તેમને સ્વાભાવિક રીતે થઈ અને સામંતને કરેલી શિક્ષાથી ભાયાતો અત્યંત તપી ગયા. મલ્લરાજ એકલો પડ્યો. એના કાનનો મંત્રી પ્રધાન સર્વને મન શત્રુ થયો. “ખટપટ” – અંતર્ભેદ-નાં મૂલ ઉડાં રોપાયાં. રાજયમાં સર્વનો પરસ્પર વિશ્વાસ અચલ હતો તે સંસારનાં નિયમોને અનુસરી પાણીના રેલા પેઠે સરી ગયો. પલંગમાં એકલો સુતો મલ્લરાજ આ ચિત્રનું પ્રત્યક્ષ દર્શન અનુભવવા લાગ્યો – તે છેક રાત્રિને પાછલે પ્રહરે નિદ્રાનો પ્રથમ સંચાર અનુભવતાં બોલી ઉઠ્યો:–