પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૬

છે - તે કાળે બાળકોનો પિતાપ્રતિ વિશ્વાસ વધે અને પિતા ભણીથી દંડનું ભય સરી ન જાય અને એ બાળકનાં કલ્યાણ અને વૃદ્ધિસમૃદ્ધિની વાડીમાં રાજાએ માળીનું કામ કરવાનું તે કરવામાં રાજાની શક્તિ ઘટે નહીં પણ વધે એવા માર્ગે - એ પણ - રાજનીતિનાં રામબાણ જેવાં અસ્ત્ર છે. આ અને બીજાં અનેક શસ્ત્રાસ્ત્રમાંથી કીયું વાપરવાનો દેશકાળ છે એ વિચાર ન કરતાં જે રાજા માત્ર એકાદ શસ્ત્રને રાગદ્વેષથી જ પકડે છે કે ત્યજે છે તે રાજા કુપથ્યનું સેવન કરે છે અને કરાવે છે અને કેવળ નરકનો અધિકારી થાય છે. સામંત, મુળુ બુદ્ધિમાન છે તે એક પ્રસંગે ભુલ કરી બેઠો માટે હંમેશ કરશે એવું ધારવાનું છોડી દેઈ ફરી એ ભુલને માર્ગે ન ચ્હડે એવું સુઝે તો બસ છે. ઈંગ્રેજે અને ખાચરે દેખાડેલી મુઠીમાં સાકર નથી પણ ઝેર છે, માટે એ મુઠી એની પાસે ઉઘાડવાને પ્રવૃત્ત થયેલાઓ મુળુને મૂર્ખ સમજી એની પાસે મુઠી ઉઘાડે તે પ્રસંગે ઉઘાડવા દઈ તેમાંનું ઝેર ઝુંટાવી લેઈ સાકરને ઠેકાણે જાતે ખાય નહીં એટલી કળા મુળુને આવડે તો ઓછી વાત નથી.”

સામંત – “મહારાજ, આ બધું ગોળ ગોળ અત્યારે સ્પષ્ટ સમજું એમ નથી. માટે મને સ્પષ્ટ વાત ક્‌હો.”

મલ્લરાજ - “જરાશંકર, સામંતે ચણેલો ગઢ મ્હેં તોડી પાડ્યો. હવે એ ગઢની અંદરની વ્યવસ્થા કરવાની રહી તે તું કર અને સામંતને સંતુષ્ટ કર.”

જરાશંકર આ અરસામાં ઉંડા વિચારમાં પડ્યો અને તેના કાન ચાલતી વાતો સાંભળતા હતા ત્યારે એનું મસ્તિક આ ગુંચવારામાંથી બ્હાર નીકળવાનો માર્ગ શોધતું હતું. મલ્લરાજના વાક્યથી એ માર્ગ મળ્યો તે ધીમે ધીમે વિચાર કરતો કરતો બોલવા લાગ્યો, અને ક્‌વચિત્ શબ્દે શબ્દે તો ક્વચિત્ વાકયે વાકયે સામાથી સમજાય નહી એ રીતે મનમાં વિચાર કરતો હતો.

“સામંતરાજ, ખાચરની સાથે જે સન્ધિ કરવા આપણે સઉ પ્રયત્ન કરીને છીયે તેમાં પ્હેલો અંતરાય મુળુભા છે એમ આપના ક્‌હેવાથી સમજાય છે. બીજો અંતરાય ખાચરનો તો ખરો જ, અને ત્રીજો એજંટ સાહેબનો. ખાચરના રાજ્યને આ અંતરાયથી એવો લાભ નથી, કારણ જો એ આમાં અંતરાયરૂપ ન થાય તો મહારાજની ઉદારતાથી આપણે એની સાથે એવો સંધિ કરવા