પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૨


“મુળુ, ત્હારા પિતાનો ક્રોધ તને શિક્ષા કરે છે તે શિક્ષાથી તને આજ ત્હારી બાળક અવસ્થા સાંભરતી હશે તેવે ક્ષણે મ્હારાં પણ બે વચન સાંભળ. મ્હારે મ્હોંયેથી તું ન્યાય સાંભળે તે પ્હેલાં ત્હારે મ્હોંયે મ્હારો ન્યાય સાંભળતાં મને આનંદ થાય છે. મુળુ, ત્હારે માથે જે આરોપ છે તે તું સિદ્ધ કરે છે પણ મ્હારે માથે જે આરોપ તું મુકે છે તે સત્ય છે કે નહી તે તને અનુભવનાં વર્ષ વગર બીજું કોઈ શીખવી શકે એમ નથી. જો તને દેહાંત દંડ કરી તને એ વર્ષ પ્રાપ્ત કરવા હું ન દઉં તો હું ત્હારા આરોપમાંથી મુક્ત નહી થઉં. માટે પ્રથમ તો આ આરોપમાંથી મુક્ત થવાના મ્હારા સ્વાર્થ માટે તને દેહાંત દંડ હું દેઈ શકતો નથી.”

સામંત કુદ્યો અને ગાજી ઉઠ્યો – “શું મહારાજ, શું – એ નહીં થાય, ભાયાતોએ કરેલી શિક્ષા કબુલ રાખવી પડશે.”

મલ્લરાજ – “સામંત, ધીર થા. ત્હારું વચન સાંભળવાનો કાળ આવશે. મુળુ, તું જે વંશમાં જન્મયો છે તેમાં આજ સુધી કોઈને ત્હારા જેવી બુદ્ધિ સુઝી નથી અને તને સુઝી તે કાળબળ છે. મ્હારું અંતઃકરણ હજી મને ક્‌હે છે કે જતે દિવસે આપણા વંશની બુદ્ધિ તને સાધ્ય થશે, અને એમ છે તો તને સંસારમાંથી ભુસી નાંખવા મને અધિકાર નથી. જે અપરાધી કદી સુધરે એમ નથી અને જેના ત્રાસથી સંસાર કદી મુક્ત થાય એમ નથી એવા અપરાધીને જ સંસારમાંથી દેશવટે ક્‌હાડવો યોગ્ય છે – તે જ મૃત્યુને પાત્ર છે. હું ત્હારી વાતમાં નિરાશ થતો નથી તો તું મૃત્યુને પાત્ર નથી. મુળુ, જે રાજ્યાસનને માટે તું આજ ઈશ્વરનો અપરાધી થયો છે તે રાજ્યાસનને કોઈ દિવસ પણ ત્હારા જેવા રાજાનો ખપ નહી પડે એમ ક્‌હેવાતું નથી અને તેમ ખપ પડે તે કાળે પાકા વયને અને ત્હાડતડકાના મહાન અનુભવને પામી તું આયુષ્યમાન હો એમ ઈચ્છવું એ મ્હારો ધર્મ છે. મુળુ, જે મણિરાજને સંસાર છોડવાનો માર્ગ દેખાડવા તું તત્પર થયો હતો તે મણિરાજને કોઈ કાળે આ રાજ્યાસન ઉપર બેસવાને જીવતો હશે તો ત્યાર સોરો તેની ક્ષમાને તું પાત્ર થશે અને એ એવી ક્ષમાવાળો થશે એવી મને આશા છે તે આશાને હું નષ્ટ કહી કરું. માટે સામંત, એક બોલ બોલ્યા વગર તું આજ મુળુને કેદમાં રાખ અને એનું આયુષ્ય તોડ્યા વિના એને એવી શી શિક્ષા કરીયે કે ત્હારી અને મ્હારા ભાયાતોની ઈચ્છા સિદ્ધ થાય