પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૧

અને થોડાંક બીજી દિશામાં સામંતની સાથે ગયાં. તેમાંથી જે ટોળીમાં સામંત ન હતો તે ટોળી, મણિરાજ અને મુળુનું મલ્લયુદ્ધ ચાલતું હતું તે વખતે, નાળાની બીજી પાસ આવી પ્‍હોંચી અને યુદ્ધની સાક્ષીભૂત થઈ. કોઈ પણ રીતે મદદ કરવાની શક્તિ ન હોવાથી મણિરાજનું શરીર ઉછળ્યું તે અતિશય ચિંતાથી આ ડોળીવાળા જોઈ રહ્યા અને રાજકુમારના પરાક્રમને અંતે શત્રુનું શરીર નદીમાં પડ્યું એટલે એમણે પકડી લીધું અને મુળુ જીવતો કેદ થયો. તે જ પળે મણિરાજ સજ્‌જ થઈ ઘોડો દોરતો દેારતો ખડક , ઉપરથી ઉતરી તે સ્થાને આવ્યો. મુળુની સ્થિતિ જોઈ એની આંખમાં આંસુ આવ્યાં તે રુમાલ વડે લોહી નાંખ્યાં, અને ઘવાયલા બન્ધુના શરીરની આસનાવાસના કરવા આજ્ઞા આપી.

સામંત, મણિરાજ, અને સર્વ માણસ મનહરપુરીમાં એકઠાં થયાં. મણિરાજનું પરાક્રમ ચારેપાસ ગવાયું અને સામંતનું હૃદય હર્ષથી ફુલવા લાગ્યું. મ્‍હારું પોતાનું તરતનું કર્તવ્ય પુરું થયું છે માટે હું હાલ થોડા દિવસ સુન્દરગિરિ ઉપર અને સુભદ્રાની ભેખડોમાં મૃગયા માટે જાઉ છું એમ કહી યુવાન મણિરાજ એ દિશામાં ગયો અને બાકીના મંડળને તથા બન્ધીવાન મુળુને લેઈ સામંત રત્નનગરી ભણી ગયો.

મૃગયાધિકારી મંડળ લેઈ નીકળી પડેલો મણિરાજ પાંચ છ દિવસ પર્વતની તળેટીમાં, શિખરોમાં અને ખીણોમાં, જંગલનાં ઝાડોમાં અને સુભદ્રાના તીર ઉપરથી રેતીમાં ને ભેખડોમાં, રમણીય પ્રદેશો જોતો જોતો, ભવ્ય દેખાવોથી કલ્પનાને ભરતો ભરતો, સવારથી સાંજ સુધી ક્વચિત ઘોડે ચ્‍હડી અને ક્વચિત પગે પાળો ફરી ફરી શરીરને કસરત આપતો આપતો અને પરસેવાથી ન્‍હાતો ન્‍હાતો, મૃગયાભિલાષ પુરો કરતો હતો તેવામાં એક દિવસ ખરે બપોરે કંઈક થાકી એક ઝાડ નીચે છાયામાં ઘોડાને અઠીંગી ઉભો ઉભો સામા પર્વતની ટોચ આગળ દૃષ્ટિ કરે છે તો એક મહાન ગરુડપક્ષી બે પગ વચ્ચે કંઈક ન્‍હાનું પ્રાણી પકડી ઉડતું દેખાયું. તરત બન્ધુકનો ભડાકો સંભળાયો, તેની પાછળ ધુમાડાનો ગોટ દેખાયા, અને ગોળીથી વીંધાયલું પક્ષી પશુને પડતું મુકી પર્વતની ટોચ ઉપર ઘાયલ થઈ પડ્યું. રાજઅરણ્યમાં મલ્લરાજ અને યુવરાજની રજા શીવાય કોઈને મૃગયા કરવા રજા ન હતી તે છતાં આ કોની ગોળી હશે અને ગમે તો કોઈએ તે વગર રજાએ ફોડી હશે અને ગમે તો કોઈ રાજવંશી અથવા ઈંગ્રેજ