પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૩

ર્‌હેશે એટલે કુમુદબ્હેનનું શરીર આગળ સમુદ્રમાં નહી તણાય પણ સંગમ આગળ અટકશે.”

ગુણસુંદરીને કંઈક આશા આવી. મધુમક્ષિકા વાધી.

“વળી નદીમાં ખેંચાયેલા કચરાના સંગમ આગળ મ્હોટો થર થયેલો છે અને તે ઉપર પડ બંધાયેલાં છે એટલે પાણી પણ છાછર અને નીતરેલું કાચ જેવું રહે છે. તેથી ત્યાં આગળ પાણીને તળીયે શરીર હશે તો પણ જણાશે અને હાથ આવવું કઠણ નહી પડે – આ પ્રમાણે મૂળરાજને આશા છે અને તેવી સૂચના તેમણે જ આપેલી છે તેથી માનચતુરજી ત્યાં ગયા છે.” . “હરિ કરે તે ખરું !” નિઃશ્વાસ મુકી ગુણસુંદરી બોલી.

“ઈશ્વર સારું જ કરશે.” મેના બોલી.

“માતાજીનો આશીર્વાદ છે તો સારું જ છે. પણ તણાઈ તે તણાઈ. માતાજી, હવે આશા વ્યર્થ છે: ઠીક છે, છેલા સમાચાર મળતા સુધી આશા ન મુકવી એટલે આપણો ધર્મ છે.” ગુણસુંદરી બોલી.

મધુમક્ષિકા – “માતાજી, મૂળરાજે મહારાજ દ્વારા આપની પાસે ક્ષમા માગી છે – મૂળરાજના કારણથી આપને ઘણું દુ:ખ સોસવું પડેલું છે –”

મેના – “મધુમક્ષિકા, ચિરંજીવ મહારાજને ક્‌હેજે કે શંકરરૂપ થતા પ્હેલાં રાજ્યના ધણી અને મ્હારા તમારા છત્રરૂપ તેમણે મને શિક્ષા કરેલી તેનાથી મ્હેં દુઃખ ધર્યુ હત તો હું એ શિક્ષાને અયોગ્ય ગણી થાત. એ શિક્ષા યોગ્ય હતી અને તે શિક્ષા સ્વીકારતાં મ્હેં દુ:ખ નથી ગણ્યું: પણ મહારાજની પ્રીતિને પાત્ર થવા માટે પ્રાયશ્ચિત્તરૂપ ગણી સંતોષ માન્યો છે. બાકી હવે મૂળરાજનું શું કરવું તે તો તમારે જોવાનું છે.

સામંતપત્ની - “માતાજી, એને આપે ક્ષમા આપી એવો મીઠો ઉચ્ચાર કરવા કૃપા કરો.”

મેના – “એણે મ્હારો અપરાધ કર્યો જ નથી. રાજ્યનો અપરાધ કર્યો હોય તો તે રાજા જાણે.”

મધુમક્ષિકા – “બીજા સમાચાર એવા છે કે મૂળરાજે મહારાજને પગે પડી આંસુ સાથે માગ્યું કે જુવાનીના ઉછાંછળાવેડામાં મહારાજ મલ્લરાજને મ્હેં દુઃખ દીધું છે તેથી વિશેષ અપમાન અને અપરાધ