પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૬

અને તેની જોડે પલાળેલા કુંકુમ ભરેલો થાળ લેઈ માતાની પુજારણ ચાલતી હતી. આરજા, ગોસાંઈયણ, અને પુજારણ ત્રણેની વચ્ચે આવજા કરતી કુસુમ ત્રણેમાંની એકની સાથે ઘડીક વાતો કરી બીજી સાથે વાતો કરવા જતી ને ઘડીક બીજીને છોડી ત્રીજી પાસે જતી. કમલાવતી, ગુણસુંદરી અને સુન્દર સઉથી આગળ ચાલતાં હતાં, તેમાં સુન્દરનો જીવ કુસુમમાં હતો તે ઘડી ઘડી પાછું વળી એના ભણી જોતી હતી. કુસુમની કુમારાં ર્‌હેવાની હોંસ સુન્દર સારી રીતે જાણતી હતી અને આ ત્રણે જણ જોડે એ હોંસને લીધે જ કાંઈક વાતો બાલા કરતી હશે જાણી સુન્દરનો જીવ ઉંચો થયો. એટલામાં કુસુમની અને સુન્દરની અાંખો મળતાં સુન્દરે અણસારો કરી કુસુમને પોતાની પાસે બોલાવી. તેના ઉત્તરમાં કુસુમે ડોકું ધુણાવ્યું અને હથેલી નાગની ફણા પેઠે હલાવી અને આઘી જતી રહી વાતોમાં ભળી.

અંતે વાતો થઈ રહેતાં કુસુમ જુદી પડી, ત્રણે જણને છોડી સુન્દરને પકડી પાડવા ઉતાવળી આગળ ચાલવા લાગી અને ચાલતાં ચાલતાં મનમાં મનની સાથે વાતો કરવા લાગી.

“આરજા પરણી નથી ને ધર્મધ્યાનમાં આનંદ કરે છે – પણ આપણાથી કાંઈ અારજા થવાય ? પુજારણને ગમત છે - માતાની પૂજા કરવી - પણ એ તો પરણેલી છે ને પરણ્યાં એટલે પડ્યાં. ગોસાંઈયણ સુખી ખરી – પરણવું હોય તો પરણે નીકર કુમારી હે ને મીરાંબાઈનું પદ ગાયાં કરે,” કંઈક મ્હોટે સ્વરે લવી.

મીરાંમન મોહનશું માન્યું !
વરીયા વરીયા શ્રીગિરિવરધરલાલ !
જાણે જગ કાંઈ નથી સાચ્ચું !”

આ કડી બે ચાર વાર લવી. થોડીવારમાં સુન્દરની આંગળીએ વળગી વિચારના ઉછાળામાં ઉછળતી ચાલવા લાગી. વાડીનો દરવાજો આવ્યો. કમલાવતી અને સામંતપત્ની એક ગાડીમાં બેસી ગયાં. બીજી ગાડીમાં ગુણસુન્દરી, સુન્દર, અને કુસુમ બેસી ઘરભણી ચાલ્યાં, અને ગાડી ચાલતાં સુન્દર કુસુમને માથે હાથ મુકી પુછવા લાગી.

“કુસુમ, આરજા ને પુજારણ ને ગોસાંઈયણ સાથે તે શી વાતો કરતી હતી ? ભલું તને એવાં એવાં સાથે વાતો કરવાનું મન થાય છે તો?”