પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૧

“પ્રમાદધન - સુગન્ધવાળું ફુલ સુંઘતાં તને ન જ આવડ્યું – તે ચોળાઈ ગયું.” નિઃશ્વાસ મુક્યો.

“But as a practical man - can I not see my remedy for a disease which threatens to be a fact? Other nations have it – mine bars it. ” '

ઓઠે આંગળી મુકી વિચારમાં પડ્યો.

“Conventional widowhood ! Social terrorism ! Must you stand between me and my love and duty to my dear child ? Here-Here is a calamity; here is escape from it – And yet the poor one must suffer and not escape! And why? Because the stronger sex controls her lot. Is it proper in a father to submit to the control and see the child writhing before his eyes, because he is a social - coward ?”

“કુમુદ ! સરસ્વતીચંદ્ર હજી જીવે છે ! એણે મૂર્ખતા કરી તો ખરી પણ તેના હૃદયમાં જે યજ્ઞ ત્હારી તૃપ્તિને અર્થે આરંભાયલો હતો તે હજી હોલાયો નથી.”

“પણ તને તેનો યોગ કરી આપવામાં જેટલું સાહસ મ્હારે છે તેટલું સાહસ ત્હારો સ્વીકાર કરનારને પણ છે. સરસ્વતીચંદ્ર ! આટલી લક્ષ્મીનો ત્યાગ કરવાનું સાહસ જેણે કર્યું તેને આ સાહસ કરતાં ડર લાગશે ?”

“હરિ ! હરિ ! પ્રિય કુમુદ ! ત્હારો પિતા અત્યારે દુઃખથી ઘેલો થયો છે – ઘેલછાને કાળે કરેલા વિચાર હું આચારમાં મુકતો નથી.”

“હજી તો વૃદ્ધ પિતા અને મામા આયુષ્યમાન છે - તેમના મત વિના મ્હારાથી શું બનશે ? તેમના મત કેણી પાસ પડશે તે જોશીને પુછવું પડે એમ નથી. તેમના વિરુદ્ધ પડી મ્હારે આ કામ કરવા જેવું છે ? શું મને કુમુદ વ્હાલી છે અને તેમને નથી ? વૃદ્ધ પિતા અત્યારે પૌત્રીને માટે માથું છેટે મુકી તરવાર બાંધી નીકળી પડ્યા છે - એ બાળકી મ્હારી ખરી ને તેમની નહીં ?”

“આ સાહસ કરનારે આ રાજ્યના હિતને અર્થે રાજ્યનું પ્રધાનપદ છોડવું જોઈએ – પુત્રી ઉપરના સ્નેહ આગળ પેટનો સ્વાર્થ મ્હોટો નથી.”

“ખરી વાત પણ મણિરાજની સેવા હું કેવળ પેટને માટે નથી કરતો. પેટ ભુલું પણ ઉપકાર કેમ ભુલાય ? તેમનો સ્નેહ કેમ તરછોડાય ?”