પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫
"સ્ફુરે પોતે ન દેખાય,
"કુમુદની ગંધ ગ્રહી વાય,
“અરણ્યે એકલો વાયુ !
“ જીવન એ ભાવિ છે મ્હારું.–હં !–હાં!” .

સર્વ દેખાતા બંધ થઈ ગયા. શિલાઓ, સૂર્ય, સૂર્યનું તેજ, અને સમુદ્ર તથા સુભદ્રાનો સંગમ - એ સર્વ જડસૃષ્ટિ ઉભી રહી, દ્રષ્ટિ વિના સૃષ્ટિ રહી ? દૃષ્ટિ હો કે સૃષ્ટિ હો કે ગમે તે હો પણ દ્રષ્ટા અદ્રશ્ય થયા છતાં દક્ષિણ આકાશમાંથી તે સરસ્વતીચંદ્રના જરીક દેખાતાં મસ્તક સુધી એની પુંઠે કુમુદસુંદરીઓની હારની હાર અદ્ધર ચાલતી હતી, નાચતી હતી, અને વનલીલાના જેવો રાગ ક્‌હાડી લ્હેકા કરી ગાતી હતી અને હાથ લાંબા કરી મ્હેણાં મારવા જેવું કરતી હતી.

“ભોગી જોગી થતો ને ભોગ ઝંખતો રે લોલ
“રસિક જ્ઞાનિ થતો ને રસીયો થતો રે લોલ...ભોગી૦
“સુંદર–શિખરે ઉભો ને ઉરે સુંદરી રે લોલ
“શુણે જુવે ને ઝંખે, બધે સુંદરી રે લોલ.......ભોગી૦
“પ્હેલી શાને કરી'તી પ્રીતિ સુંદરી રે ? લોલ
“પ્રીતિ કીધી તો શાને તજી સુંદરી રે ? લોલ..ભોગી૦
“તજી શાને આવ્યો તું જોવા સુંદરી રે ? લોલ
“આવી પાછી તજી તે શાને સુંદરી રે ? લોલ..ભોગી૦
“વાગે વાંસળી મધુરી ત્હારા ઉરમાં રે ! લો ।
“નાચે ચંદ્ર ને કુમુદ રસપૂરમાં રે ! લોલ.....ભોગી૦”

વળી કુમુદનો પોતાનો જ રાગ એનાં અનેક મુખમાંથી નીકળવા લાગ્યો. છેક પાસેની બે ત્રણ કુમુદ તો સરસ્વતીચંદ્રના માથાપર બે હાથે ભાર દઈ ઉડ્યાં કરતી હતી ને ગાતી હતી.

“વાંસલડી વાજે ! જોગીડા ! તું વાંસલડી વાજે !
“આવી ઉભો ર્‌હેજે નદીઘાટે !.........જોગીડા૦
“ન્હોતો પેલા સાગરમાં ગાજે !.........જોગીડા૦
“ઉભો તે પેલા દ્હેરાને દ્વારે,..........જોગીડા૦
“પ્રેમીનો પ્રેમ આંધળો પણ શુણે;....જોગીડાં૦
“પ્રેમીનો પ્રેમ સો સો કોશથી શુણે... જોગીડા૦
“લખ્યા લેખ મિથ્યા નહી થાયે,......જોગીડા૦
“સંસારિણી જોગણ થઈ જાયે.........જોગીડા૦
“જોગીડા ! તું સંસારને છોડે..........જોગીડા૦