પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૭


“લે, બધાએ લુગડાં ઘરેણાં પ્હેરીને જન્મતા હશે ?”

“ભાઈસાહેબ, મને તો તમે આપો એટલી અક્કલ આવે.”

“જો ત્યારે, આ મ્હારું ઘર બે મહીનામાં ભરાયું તેવું ત્હારે ભરવું છે કે નહી ? આ મહીના વરસના પગારથી કોઈનું પેટ ભરાયું છે?”

“નાસ્તો ! પણ એ કાંઈ ભાગ્ય બદલાય ?”

“ભાગ્ય ભાગ્ય શું કરી રહ્યો છે ? સમો વર્તે સાવધાન. આ શેઠનું કાળજું ખસ્યું છે, ને નહીં ખસ્યું હોય તો દસ્તાવેજ પર સહી કરી આપે કે બીજે દિવસે ખસેડીશું.”

"શી રીતે ? ”

“એ તો વઈદો ડાક્‌તરો ઘણાએ પડ્યા છે.જર ચાહે સો કર ને દામ કરે ગુલામ.”

“પણ શેઠ મ્હારી પાસે તો જરને ઠેકાણે ઝેર પણ નથી."

“અંહ, આવો જડ ક્યાંથી દેખાય છે? પારકો પઈસો, પારકી શાહી, ને મતુ કરે મ્હારા મેઘજીભાઈ. શેઠનો પઈસો ને શેઠની હજામત – સમજ્યો કની; – આવો જડસા જેવો ક્યાંથી?” – ધૂર્તલાલે હરિદાસને ખભે ને વાંસે હાથ નાંખી એને હલાવ્યો.

“હા, સમજ્યો તો ખરો, પણ શેઠજીનું લુણ તમારા ને મ્હારા બેના પેટમાં છે."

“હવે લુણ ને બુણ. ઘરમાં પઈસાનાં ગલગલીયાં થાય તો લુણ વગર પણ ચાલે ને લુણને બદલે સાકર મળે.”

“ભાઈ, પણ એ મ્હારું ગજું નહીં.”

“અંહ, આવો બાયલો ક્યાંથી ? લે, આજ સાંઝે મ્હારી સાથે આવજે એટલે ગજું કરી આપીશ.”

"શી રીતે ?”

“જો અત્યારે હું જઉં ત્યારે શેઠને ઓગળાવી તૈયાર કરવા. રાત્રે હું તને ગાડીમાં લઈ જઈશ ને શેઠની બે ત્રણ નોટો મ્હારે નામે છે તે ત્હારે નામે કરી આપીશ એટલે ત્હારું ગજુ થયું. કેમ બચ્ચા ?”

“ હા......”

“હા ને બા. જોજે ચુકતો, હળવે હળવે મઝા દેખાડીશ.” ધૂર્તલાલ ગાડીમાં બેસવા ગયો. જતો જતો મનમાં બોલ્યો. “વાણીયાને ગલગલીયાં કરાવી દેઈશું. રાત્રે વળી રાધાસાની ગોવાગરણને ત્યાં એને લઈ જઈશું