પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨


લક્ષ્મીનંદનને આ કવિતાથી કંઈ સંતોષ ન વળ્યો, એણે તો પોતાને નામે થોડુંક છપાવ્યું: “ઓ ભાઈ ! આમ તે હાડ શું જાય છે? આ મ્‍હારાં પળીયાંની જરા તો દયા આણ! અરેરે, મ્‍હારું કોઈ નથી જો ! તું જ્યાં હોય ત્યાંથી હવે આવ ! મને હવે કાંઈ સુઝતું નથી. હવે તો આજથી એક મહીનો ત્‍હારી વાટ જોઈશ ને ત્યાં સુધીમાં જો તું નહી આવે તો દશરથજીની પેઠે પ્રાણ ક્‌હાડીશ. ઓ ભાઈ છેક આવો નિર્દય તે કેમ થયો? જયારે તું મ્‍હારો નહી થાય ત્યારે આ ઘડપણમાં હું તે હવે કોનું મ્‍હોં જોઈશ ?”

આ વાક્યો જે પત્રમાં છપાવવાનાં હતાં તે પત્રના તંત્રીયે એ વાક્યોનું બુલ્વર સાહેબને ભાષાંતર કરી બતાવ્યું, અને ઉત્તરમાં સાહેબે કહ્યું કે; "છાપી દ્યો, શેઠની સહી સાથે છાપી દ્યોઃ જો સરસ્વતીચંદ્ર એ વાંચશે તો જયાં હશે ત્યાંથી આવશે. શીકારીના હલકારા જેમ સિંહ જેવાં પ્રાણીનો મહાપ્રમાદ ત્યજાવે છે તેમ આ પુરુષનો અતકર્ય ઉન્માદ એના પિતાનાં આ વચન વાંચતાં જ છુટી જશે, શેઠનાં આ વાક્ય મ્‍હોટે મ્‍હોટે અક્ષરે છાપજો.”



પ્રકરણ ૪.

સુવર્ણપુરના સમાચાર: કારભારીને શિક્ષાપાત્ર પુત્ર.

Every good political institution must have a preventive operation as well as a remedial. It ought to have a natural tendency to exclude bad men from Government and not to trust for the safety of the State to subsequent punishment alone; punishment, which has ever been tardy and uncertain; and which when power is suffered in bad hands, may chance to fall rather on the injured than the criminal.–Burke.

પોતાના પક્ષના માણસોના દોષ થતાં પ્રજા પોતાની પાસે ફરીયાદી કરવા નહી આવી શકે - બીચારી કચડાશે – પોતે પામ્યો હતો તેવી જ અવસ્થા કોઈને પામવા વખત આવશે તો એ પાપ કોને માથે? અધિકારનો નીશો પોતાનાં માણસોને ચ્‍હડશે અને કદી જાણ્યો અજાણ્યો જુલમ કરશે તો