પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૯


“પણ એમની વિદ્યા ખરી છે તેનો કાંઈક અનુભવ, પ્રમાદભાઈ આપે છે.” બુદ્ધિધન વચ્ચે બોલી ઉઠ્યો.

“હા જી, એ તો હોય. આપને આપના પુત્રથી અનુભવ મળે છે, તો બીજાને બીજાથી અનુભવ મળે છે. ભાઈસાહેબ, પ્રાકૃત ભાષા બોલવા દ્યો તો તુરત સમજાવું. આ આપણા વ્‍હેવાઈ તો વેદીયું ઢોર છે. પણ જુવો, આપણાથી પચાસ ગાઉ જે રાજા છે તેના કારભારીયે ડાહ્યા થઈ જમશેદજી માણેકજી શેઠને પેંગડે પગ મુકવા દીધો ત્યારે એ કારભારી પગે ચાલે છે ને જમશેદજી શેઠ ને બીજા નસરવાનજી શેઠ ને બધા ફલાણાજી ને ઢીકણાજી ને જીયે જી ઉભરાયા છે તે ઘોડે ચ્‍હડી મુછે તાલ દે છે. બીજા દાખલા ખોળીશું તો દક્ષણી જાય ત્યાં દક્ષણીયોનો વરસાદ, બ્રાહ્મણ પાછળ બ્રાહ્મણનો અને વાણીયા પાછળ વાણીયાનો વરસાદ, વરસવાનો જ ! હું કાંઈ તેમનો વાંક નથી ક્‌હાડતો. એ તો જગતનો કાયદો છે તે જગત પાળે છે ને આપણે બીજો પાળવો નથી. પણ આ તો સઉને, પારકે ભાણે લાડુ સારો લાગે છે. હું તો ત્‍હારે ઘેર લાડુ ખાઉં, ઘેબર ખાઉં, ને મ્‍હારે ઘેર તું આવે ત્યારે ત્હારે એકાદશી કરવી. ઠીક છે, એ ક્‌હે તે પણ સાંભળવું.જુઠો કબુલ કરે કે જુઠું બોલું છું ત્યારે જુઠો શાનો ? એ તો તેને લાગ ફાવે તે તે કરે ને આપણો ફાવે ત્યારે આપણે કરીયે. એ બધા ક્‌હે તે ક્‌હેવા દઈએ, આપણે પણ એમ જ કહીયે, ને આપણું ચાલે ત્યારે આપણું માણસને વર્તાવીયે ને જગત જખ મારે ! બધા બોલે તે સાચું માનીયે તો તે ડાહ્યા ને આપણે મૂર્ખ.”

બુદ્ધિધન દુ:ખ ભુલી હસ્યો. “વારુ, નરભેરામ, એ ભાષણ પણ ખરું. ત્‍હારે કારભાર કરવાનો આવે ત્યારે એમ કરજે.”

“તે એમાં કંઈ વાંધો ? ભાઈસાહેબ, હું તો આપને પણ કહું છું કે આ વેદીયાં ઢોરશાઈ વિચાર કરી પ્રમાદભાઈનો વાળ વાંકો કરશો તો હું જાતે રાણાજી પાસે જઈને કહીશ કે બુદ્ધિધનભાઈનું રાજીનામું લ્યો, એમનું કામ મને સોંપો, અને મ્‍હારું પ્રમાદભાઈને સોંપો ! આ જોઈ લેજો કે એ કારભાર પણ ચાલશે ને પ્રમોદભાઈ મ્‍હારી પુઠે કારભારી થાય ને એમના જસનો ડંકો વાગે એટલે આપણે બે સંન્યાસી થઈશું ને જગતને ખોટું ગણીશું અને સઉને અહંબ્રહ્મ કહીશું, બાકી હાલ તો હું, તમે, ને પ્રમાદભાઈ એટલામાં દુનીયા પણ