પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨


“જોઈશું હવે.”

“ના જોવાનું નહીં, ભાઈ તમારી પાસે આડી અવળી વાતો ભરવશે ને ભાભીના ભણીની વાત કોઈ ક્‌હેનાર નથી. માટે જુવો, જાણો નહી તે મને પુછજો.”

વનલીલા અલકકિશોરીને કાનમાં ક્‌હેતી ગઈ અને અલકકિશોરી સઉ વાત બુદ્ધિધનને, રખાય એટલો શરમનો પડદો રાખી, ક્‌હેતી ગઈ અને આખરે બે જણ ગયાં. બુદ્ધિધન એકલો પડ્યો.

“હે ઈશ્વર, આ જગતનાથી ઉલટો માર્ગ કે ભાઈનું સગપણ મુકી ભાભીની વકીલાત કરવા બ્હેન આવી. કુમુદસુંદરી ! મ્હારા ઘરની લક્ષ્મી ! આ સઉ તમારી પવિત્રતાનો પ્રતાપ !”

“નવીનચંદ્ર અને કુમુદસુંદરી સંકેત કરી ગયાં એવો આરોપ પ્રમોદે મુક્યો – તે ખરો ? – પણ અલકે કહ્યું તે સાચું. નવીનચંદ્ર ગયો તે પછી કુમુદસુંદરીને તેડવા માણસ આવ્યાં, ને કુમુદસુંદરી જવાનાં છે તેની તો નવીનચંદ્રને ખબર પણ ન હતી.”

“અરેરે! એ બે જણ નીચેથી ઉચું જોતાં ન હતાં - તેમાં આ ભરેલા ઘરમાં જ્યાં એકાંત મળવાનો પ્રસંગ જ નહીં ત્યાં – સર્વ આરોપ અસંભવિત જ !”

“કુમુદસુંદરી ગયા પહેલાં પ્રમાદ અને કાળકાના જે જે સંકેત કરેલા વનલીલાએ કહ્યા હતા તે સર્વ ખરા પડ્યા!” - “સાંકળીની વાત ખરી !” — “કાગળના કડકાપર નવીનચંદ્રના અક્ષર તો ખરા ! પણ -“હતો તાત!” “અને હતો ભ્રાત !” – શું આ અક્ષર જણવતા નથી કે કવિતા નિર્દોષ છે ?” – “ પુત્ર મૂર્ખ છે કે આટલા ઉપરથી વ્હેમાય છે ” - “હું નથી માનતો કે એ એવો મૂર્ખ હોય ? – ત્યારે શું ? એ તો એ જ - આરોપમાંથી બચવાનો પ્રત્યારોપ.”

“ખરા આરોપમાંથી બચવા ખોટો પ્રત્યારોપ કુમુદ જેવી નિર્મળ ગંગા ઉપર મુકવો એ શઠરાયને કુલમાર્ગ. મ્હારા પુત્રને એ ન આવડે - શઠરાયની સગી કાળકાએ જ એ શીખવેલું !”

“કાળકાની શીખવણી ખરી કે નહીં – તે જયાં જયાં વનલીલાનાં વચન ખરાં પડ્યાં ત્યાં ત્યાં નિશ્ચિત !”

“સાંકળી અને શીખવણી – બે વાનાં કૃષ્ણકલિકાનાં. બેની સાથે પુત્રની મલિનતા સિદ્ધ થઈ!”

8.3