પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૧


પાછું તે ખુંચી લે.*[૧] જેનું મૂળ ઉખેડી ન નંખાય એવું ઝાડ ખોદવું નહી; જ્યાં સામાનું માથું ન પડાય ત્યાં તેને હણવો નહી. †[૨] મણિરાજ, તરવાર વડે લ્હડવાનું તો નથી, પણ કલમ વડે લ્હડતાં પણ આ અનુભવની વાતો સરત રાખવી. સાહેબ લોક સરકારના દીકરા, તેમના વાંક માબાપને વસવાના નહી અને વસે ત્હોયે તેમને શિક્ષામાંથી બચાવવા આપણને ધમકાવશે. કૌરવનાં માબાપ દીકરાઓના બધાયે વાંક સમજતાં હતાં, પણ તેમણે તેમને વાર્યા નહી, અને ગમે તેટલા પણ પાંડવ પારકા દીકરા, તેમના ઉપર ક્રોધ કર્યો, અને વ્યાસજીએ પાંડવને શાપ દેવા મનાઈ કરી ત્યારે બોડકી ગાંધારીએ ત્રીજા ઘરના શ્રીકૃષ્ણને શાપ દીધો કે જાદવાસ્થળી કરી ત્હારું કુળ સત્તાનાશ પામજો. જબરા દીકરાની મા પાસે દીકરાની ફરીયાદો લઈ જનાર પરભારો બાળક ગાળો ખાઈ પાછો આવે, અને પરભારાના પક્ષ લેનારને શ્રીકૃષ્ણના જેવા આમ છાંટા લાગે. આપણે સાહેબલોક સાથે લ્હડીયે તો આપણે પાછા ફરીયે ને આપણી સાથે આપણા સ્નેહીઓને પણ ખમવું પડે. ખરું પુછો તે આ કલમની લ્હડાઈ એ બઈરાંની ગાળો જેવી ને વાણીયાના હોંકારા જેવી વાત. તેમાં આપણે ફાવીયે નહી - રજપુતેાની લ્હડાઈઓ ગઈ.”

“આટલા બધા વિચાર કર્યા પછી પણ એવો કોઈ સાહેબ વેઠાય જ નહી અને તેને ઉખેડવાનું ઠીક લાગે ને તેમ કરવું આપણાથી બને તેમ હોય તો એ કામ પાકું કરવું, એટલું જ નહી, પણ અનાજનાં છોડાં સળગેલાં હોય તેમ ઘણી વાર એકલો ધુમાડો જ નીકળ્યાં કરે અને ભડકો થાય નહી એમ ન કરવું; પણ તરત ભડકો ભભુકે ને આકરા તાપથી સામાને પોતાની ઝાળ દેખાડી દે એમ શીસમના બળતણ પેઠે આપણું પરાક્રમ ક્ષણવાર પણ જણાય અને આપણો પ્રકાશ જગત દેખે એવું કરવું?‡[૩]રાજાઓ હાથ ઉપાડે અને તેનું ફળ થાય


  1. *न तत्तरेद्यस्य न पारमुत्तरेत्
    न तद्धरेद्यत् पुनराहरेत्परः ॥ શાંતિપર્વ.
  2. †तत्खनेद्यस्य न मूलमुद्धरेत्
    हन्यान्न तं यस्य शिरो न पातयेत् ॥ શાંતિપર્વ.
  3. ‡ मुहूर्तमपि राजेन्द्र तिन्दुकालतवज्ज्वलेत्
    न तुशाग्निरिवानर्चिर्धूमयेत चिरं नरः ॥ શાંતિપર્વ.