પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૭
“જખ મારે છે જગત, જનેતાની જોતી અમીભરી અાંખ. ધીમીo
“અાંસું ત્હારાં લ્હોઈ લે, બેટા, ડુસકાં હૈયાનાં શમાવ;
“કુંકુમ ત્હારે લખ્યું જ લલાટે, માનો માથે છે હાથ. ધીમીo
“ઓઠ કરડતી તું, આંખે આંસુની છાલક ચાલી ન માય;
"માજીનું હૈયું પણ, તુજ દુખ આ દેખી, ભરાઈ જાય, ધીમીo
“ત્હારા દુખનો આરો હવે તો આ પાસે દેખાય,
“માજી ચાંપે હૈયે તને, હવે, બેટા, તું પાછી આવ ! ધીમીo
“સાયર આવો આભસરીખો ઘોર ગાજે દિનરાત,
“ક્યાં એ ને ક્યાં કોમળ કળી સમી, દીકરી, ત્હારી જાત ? ધીમીo
“ સાયરને ત્યજી, માજીને મોંઘે ખેાળે તું, બેટા, બેશ;
“ખોટી રે કાયા, ખોટી માયા, માજી જ માજી હમેશ. ધીમીo ”

ગાનનો આરંભ થયો ત્યાં કુમુદનો પગ જરીક અટકી પાછો ચાલવા લાગ્યો. ગાન વાધ્યું તેમ તેમ એ ચમકવા લાગી, અને ગાન પુરું થયું ત્યાં એના પગે આગળ ચાલવા સ્પષ્ટ ના કહી. આવે રાત્રિને સમયે સમુદ્ર ઉપર એકાંતમાં એ ગાન કોણ કરેછે તે સમજાયું નહી. ગાન કોણ કરે છે એ પ્રશ્નનું નિરાકરણ થતા પહેલાં તે ગાનની અસર એના હૃદયમાં વ્યાપી ગઈ અને સર્વ વિચારને અસ્ત કરી નાંખ્યા. કલમના ખેતરની રખવાળ યુવાન કણબણનો લલકાર સાંભળી ચમકેલી હરિણી ગાન સાંભળવાની લ્હેમાં ડાંગર ખાવાનું ભુલી જાય*[૧]તેમ અત્યારનું ગાન સાંભળી ચમકેલી કુમુદ પોતે આરંભેલો અર્થ પળવાર ભુલી અને હરિણીના જેવી આંખેથી ચારે પાસ દૃષ્ટિને ચપળ કરી ફેરવી એક ટશે સ્થિર કરવા લાગી. પળવાર ભુલાયલા વ્યવસાયનો સ્મરણમાં ફરી ચમકાર થતાં એ આગળ પગ ઉપાડવાનું કરે છે અને ઉંડાં પાણીમાં ધસવા ચંચળ થાય છે ત્યાં એની પાછળ પાણીમાં કંઈક પછડાયું અને તેની સાથે ચંદ્રાવલીનો હાથ કુમુદના શરીરની ચારે પાસ વીંટાઈ વળ્યા, અને એ માયાળુ સાધુજનનો કોમળ સ્વર કુમુદના કાનમાં સ્થિર ગતિથી આવ્યો.


  1. *विगतशस्यजिधत्समघट्ट्यत्
    कलमगोपवधूर्न म्रूंगव्रजम् ।
    श्रुततदीरितकोमलगीतक-
    ध्वनिमिषे ऽनिमिषेक्षणग्रत: ॥ માધ.