પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪

વળી ધીરે સ્વરે ગાવા લાગી; બેઠી બેઠી બીજી સ્ત્રીયો ધીમે ધીમે એક લયથી ઝીલવા અને વચ્ચે વચ્ચે હળવી તાળીયો પાડવા લાગી. [૧]::“ માજી! સાકાર ને નિરાકાર છો !

“ બધા ત્રિભુવનમાં એમ વ્યાપ્ત છો. માજી૦
“ સંધ્યા સાવિત્રી છો, સઉની આઈ છો,
“ ગૌરી ધાત્રી પરમભદ્રદાયી છો. માજી૦
“ માજી ! ચંદ્રરૂપે શાન્ત જ્યોતિ છો,
“ દેવી નૈૠતી છો, રાજલક્ષ્મી છો. માજી૦
“ માજી ! વૈષ્ણવી માયા તમે જ છો,
“ બ્રહ્માણ્ડ-પ્રતિષ્ઠા તમે જ છો. માજી૦
“ સર્વ ભૂતની ચેતના દેવી છો,
“ સર્વભૂતની બુદ્ધિ દેવી છો. માજી૦
“ સર્વ ભૂતમાં ક્ષુધા થઈ વસો !
“ સર્વ ભૂતમાં છાયા થઈ રહો ! માજી૦
“ સર્વ ભૂતમાં શક્તિ થઈ ઉભાં !
“ સચરાચર તૃષ્ણા થઈ ઉભાં ! માજી૦
“ જાતિ, ક્ષાન્તિ, લજજા, ને શાન્તિ, જે,
“ શ્રદ્ધા, વૃત્તિ, લક્ષ્મી, ને કાન્તિ જે, માજી૦
“ સ્મૃતિ, ભ્રાન્તિ, દયા, તૃપ્તિ, તુષ્ટિ, જે,
“ ઇન્દ્રિયોની વળી અધિષ્ઠાત્રી જે, માજી૦
“ ચિતિ-રૂપે મહત્-અણુવ્યાપી તે !
“ આઈ! ઈશ્વરી ! પરમેશ્વરી તું તે ! માજી૦
“ પ્રકટ્યાં સર્વ દેવોનાં શરીરથી
“ મહાલક્ષ્મી ત્રિગુણ ભવ્ય દેહથી ! માજી૦
“ દેવી પુરુષરૂપે દેવ થઈ ગઈ,
“ જાણે તે જ જુવે માજીની ગતિ ! માજી૦
નેતિ નેતિ કરી તમને કો શોધી લે,
“ માને ચરણે વારી કોઈ મોહી ર્‌હે ! માજી૦
“ કર્મ, ભક્તિ, યોગ, ધ્યાન, જ્ઞાનથી,
" શાંતિ દ્યો છો સહસ્ત્ર એવા હાથથી ! માજી૦
“ સર્વ સત્ત્વમયી એવી આઈ તું !

  1. **ચણ્ડીશતક ઉપરથી રાગ-“ સનખનપુર સાચી માં બહુચરા !