પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪


“પ્રિય ચંદ્રકાંત ! સરસ્વતીચંદ્રના સ્નેહરસે ફારસી બેતના રાગને મ્હારા હૃદયની સારંગીમાં આમ ઉતારી સંસ્કારી કરી દીધી છે. નિરક્ષર અ-રસિક ગૃહિણી ઉપર ગમે તેટલે પક્ષપાત કરવા જાઉં છું, ગમે તેટલી gallantry અને chivalry ની ઈમારત મનમાં બાંધવા જાઉં છું, પણ તેના હૃદયની સ્વાર્થવાસના મ્હારા ચણતરને દારુગોળા પેઠે ઉરાડી મુકે છે તે પ્રસંગે હું ગોલ્ડસ્મિથને સંભારી ભાષાંતર કરી ગાઉં છું કે, -

“ સ્ત્રીની પ્રીતિ તે સર્વથી ખેાટી,
“ મોહ જાળ નાંખે જોતી જોતી;
“ જાળ નાંખે, જોતામાં ફસાવે,
“ ફાવે ત્યાં જ એ ધુતકારી નાંખે;
“ ક્‌હાવે અબળા ને નરને નચાવે,
“ ગોરી ગુમાનભરી પછી રાચે.
“ નરના દુઃખની મશ્કરી કરતી
“ નારી પ્રીતિ ખરી નવ ધરતી.
“ પ્રીતિની હુંફ પંખી ધરે કો,
“ સુરલોકમાં હો કે નહી હો.
“ પ્રીતિ નામે સળગાવી આગ,
“ નારી નરને કરે છે ખાખ.
“ મોહમાયા ને જોગણી ક્‌હાવે,
“ નારી નરને ન જંપે સુવા દે !
“ બેટા, શાને વેઠવી એની શુળો ?
“ એની પ્રીતિમાં મુકની પુ:ળો.

“જગતમાં ન જડતી સ્ત્રીપ્રીતિને કવિતામાં શોધું છું અને સાતમે આકાશ ચ્હડાવી તે મૂર્તિની સુંદરતામાં ઝુકી રહું છું તેની ના નથી. પણ જગતમાં જડતી સ્ત્રીપ્રીતિ તે ઉપર ગાઈ તેવી છે. મ્હારા વર્ગમાં તમને ભળેલા જોઈ દુષ્ટ આશ્વાસન પામું છું. સરસ્વતીચંદ્રને એવી પ્રીતિમાંથી બચેલા જોઈ તેને ભાગ્યશાળી માનું છું અને એના ચકારપણા ઉપર મોહ પામું છું. બસ, જ્યાં હશે ત્યાં એમના હૃદયના નિર્મળ રસમાં સંસારનો મેલ નીચેવાશે નહી અને એ રસ નિર્મળ ર્‌હેશે, જગતમાં એના જેવા નિર્મળ રસની એક પણ મૂર્તિ પ્રત્યક્ષ કરી તરંગ આ નીરસ સંસારમાં પોતાનો રસાવતાર સફળ થયો માનશે.”