પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૭

શોધાતાં અબન્ધન સુધી શોધી તેનાથી દૂર રહું છું, અને ધર્મની તુલા હાથમાં રાખી તેણી પાસ બેધડક પ્રવર્તું છું ! જેટલું હું સમજું છું તેટલું તમે સમજો છો. પણ વ્યાધિ જાણતા છતાં ઔષધ કરતાં ડરો છો ! તમે Let-Alonist છો! તમે અપકીર્તિથી દૂર રહો છો અને ઘરમાં અતિબન્ધનોને કરોળીયાઓનાં જાળાં પેઠે ચારે પાસ વધવા દ્યોછો, તેનું ફળ ભોગવો છો અને ભોગવશો ! તમે તમારું દેશનું કલ્યાણ કરી શકવાના નથી. લિટન્‌ની નવલકથામાંથી નીચલો સંવાદ તમારા ઉદ્દીપનને માટે લખું છું તે વાંચજો અને વિચારજો ! બાકી બાપને કુવો કહી તેમાંનું પાણી ખારું હોય ત્હોયે પીવું એ તો તમને પ્રિય નહી જ હોય !"

"तातस्य कूपोऽयमिति ध्रुवाणाः क्षारं जलं कापुरुषाः पिबन्ति એ એતદ્દેશીય વાર્તા અને હવે કહું છું લીટનની પારદેશીય વાર્તા."

"My dear Ma'am,” said the Parson, “there are many institutions in the country which are very old, look very decayed, and don't seem of much use; but I would not pull them down for all that !”

"You would reform them, then,” said Mrs. Hazeldean.

"No, I would not, Ma'am,” said the Parson, stoutly.

"What on earth would you do, then?” quoth the squire.

Just let 'em alone,” said the Parson. "Master Frank, there's a Latin maxim which was often in the mouth of Sir Robert Walpole, and which they ought to put into the Eton Grammar – ' Quieta non movere '. If things are quiet, let them be quiet  ! I would not destroy the stocks because that might seem to the ill-disposed like a license to offend; and I would not repair the stocks, because that puts it into people's heads to get into them.”

ચંદ્રકાંત ભાઈ તમે આ Parson જેવો છો. ગમે તે અવળા પ્રવાહોને સત્વર અટકાવી દો; તેમ ન કરો તો તેને સુધારો. પણ