પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
"મા સ્‍હામી આરસી સ્‍હાય, ઝાંઝર વાગે મા.
"આ ચકવા ચકવી હંસલા, બીરદાળી મા,
તુજ પગલે ભમતાં ગાય, ઝાંઝર વાગે મા.
"આ સાયર પાસે નાચતી બીરદાળી મા,
"મા નદીમાં આવી ન્‍હાય, ઝાંઝર વાગે મા.
"અમ સમી સઉ ન્‍હાની બાળકી, બીરદાળી મા,
"એને હઈયે વસતી માત, ઝાંઝર વાગે મા.
"આ અખિલ વિશ્વમાં વ્યાપતી બીરદાળી મા
"મુજ કાળજડામાં માય, ઝાંઝર વાગે મા."

એક બ્રાહ્મણી ગાતી ગાતી નદીના મૂળ સામું જોતી હતી તે વચ્ચે બોલી ઉઠી અને ગરબામાં ભંગ પાડવા યત્ન કર્યો.

"સાધુ માતા ! આ આઘેં શું દેખાય છે ?"

બાવીએ નાકે આંગળી મુકી તેને ચુપ કરી અને ગરબો વાધ્યો, અને બદલાયો.

"આ બપોરને બપ્‌પોરીયે તમે દર્શન દ્યોછો માતરે,
"ત્યાં સાયર ને નદી ઉછળે એમ જોબન ધરતાં માત
"જોબનરૂપ ધરો !"
"મા જોબનવંતાં ! કરે આરતી સુરજ ભભુકી તમ આજરે,
"ઘંટા જેવી સરિતા વાગે, સાયર નોબત થાય-
"ગાજે ઘોર ઘણો !"
"દશે દિશા માની જોગણીઓ લગાડી રહી છે લ્‍હાયરે
"હરિ હર બ્રહ્મા નમી પડ્યા ને સ્તોત્ર શક્તિના ગાય !
"માના બાળક સઉ !"
"સંસારને રુવે રુવે કંઈ ઉઠી રહી એ આગરે,
"રાંક દીકરીયો, માવડી, ત્‍હારી ! લાગે ન એને આંચ,
"પાલવ તુજ સ્‍હાયો !"
"હરિ હર બ્રહ્મા ને સઉ પુરુષો-તેને કરીયે શુંયરે ?
"માવડી પાસે ગોઠડી કરતાં વળે દીકરીને હુંફ,
"અમે મા તુજ ખોળે !"
"તુજ ખોળે પડી રહીયે ત્યારે ભાગે ભવની ભાવટ રે,