પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૪

wish welfare to both, am anxious to guard against socialism becoming oppressive and individualism becoming aggressive, for what is protective has a tendency to become oppressive and what is progressive has a tendency to become aggressive. The sacrifices that one has to make in order to secure a combination of the two boons without their abuses, are mine, and the blessings of full individualism are yours. I sincerely love you for the noble blessings with which you have surrounded yourself. But for poor me, dear friend, it is of the essence of my sacrifice that I must abstain from securing them to myself until I am able to share them more or less with the whole group of my dear and poor joint family. This means Poverty, Patience, Forbearance and even Suffering for at least one generation, and I am prepared to wait so long or even longer, Perhaps, may probably, we shall agree better with our sons in that new generation than our elders do with us in this. That's my hope built upon the fact that, unlike our elders, we have had the same education that our sons are receiving now.”

સરસ્વતીચંદ્રે પત્ર પોટકામાં મુક્યો, અને પોટકું એક પાસ મુકી, ઉભો થયો, વિચારગ્રસ્ત થયો, અને અંતે શિલાઓની એક ભીંતથી બીજી ભીંત ભણી, અને બીજીથી પ્હેલી ભણી, એમ હેરાફેરા કરવા લાગ્યો અને પોતાની હડપચી ઝાલી, પોતાના મુંબાઈના મિત્રોના પત્રોનું મનન કરવા લાગ્યો. ઘડીક ઉભો ર્‌હે અને ઘડીક ચાલે. આ અસ્વસ્થ દશામાં તેનું હૃદય તેના મસ્તિકના વિચારને કવિતારૂપ આપતું હતું, અને હૃદયની કવિતા પળે પળે ફુવારાના પાણી પેઠે મુખસંપુટમાંથી ફુટતી હતી, પણ અંતર્વૃત્ત મસ્તિકને કે હૃદયને તે બાહ્ય ક્રિયાનું ભાન ન હતું. માત્ર એ સંગીતને તાલ દેવા તેનાં નેત્ર ઘડીક અશ્રુપાત કરતાં હતાં અને ઘડીક તે અશ્રુથી