પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૫

હીન થઈ કોઈક નવીન આનંદથી ચળકતાં હતાં અને આનંદમાં પણ આનંદનો અશ્રુપાત થઈ જતો હતો.

દૈન્ય - મુદ્રાથી મઠના એક જાડા કાગળ ઉપર જાડી કલમથી તે લખવા લાગ્યો, ગાવા લાગ્યો, અને નિ:શ્વાસ મુકવા લાગ્યો.

“પ્રિય ચંદ્રકાંત, પ્રિય ભ્રાત, તુજ સંસાર દુઃખમય ભાસે,
"મ્હારી આજ જ ઉઘડી આંખ જુવે છે દુ:ખ તુજ મુજ પાસે !
“દુખ દૈત્યુસમું દેખાય,
“તુજ કોરી કાળજું ખાય;
“દુખ, અનેક ધરતું વેશ,
“તને વીંટી વળે ચોમેર.
“તે મધ્ય ઉભો તું, સૂર,*[૧]
“નથી દુખને ગણતો, શૂર !
“નથી ગણતો વિધિનો દોષ,
“નથી ધરતો કોઈ પર રોષ,
“દુખ–પશુની મૃગયા કાજ જગત-વનમાં તું ધસે એકાંત,
“મન વ્યાયામે†[૨] અમુઝાવી, શરીર કૃશ કરે સુહૃદ વિદ્વાન !
“ પ્રિય ચંદ્રકાંત !૦”

છેલી પંક્તિઓ ગાતાં ગાતાં ચંદ્રકાંત ઉપર દયા, પ્રીતિ, અને બહુમાન હૃદયમાં શાંત રૂપ હતાં તે જ્વલમાન થયાં.

ઉભો રહ્યો.
“ધન-બિન્દુ કાજ તપ કરતો,
“ધન આપું તે ન કર ધરતો,
“ધનસંગ્રહ કાજે મથતો,
“પ્રિય જનના દોષ ન ગણતો !
“એ સ્વાર્થી જનોના લોભ તૃપ્ત કરવા તું બને ઉદાર;
“ધન-રુધિર ચુસાયે ત્હોય અધન વિદ્વાન ધરે ઉત્સાહ !”
“ પ્રિય ચંદ્ર ૦.”

દયાર્દ્ર મુખ થઈ ગયું.

“તુજ કુટુમ્બ કૃમિનું જાળ,
"ધરતું તુજ દુખનું ન ભાન,

  1. *સૂરઃ વિદ્વાન્
  2. † વ્યાયામ=કસરત.