પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૭
ધનવાન સઉનાં માપ માપતી લક્ષ્મી નાચ નચવી આ,
ગુણવધૂ ગણિકા દઈ તાળી, નાચતી પછી ન્હાસતી પળમાં !

"પણ–પણ–આ મ્હારા દ્રવ્યવાન્ ભાઈઓ નિરક્ષર છે, મૂર્ખ છે, તેમનો દોષ શો ક્‌હાડવો ? શું એવા કોઈ વિદ્વાનો નથી કે જેમની પાસે પરોપકારયોગ્ય દ્રવ્ય પણ છે ? જો એવા ધનવાન્ વિદ્વાનો છે, તો નિરક્ષર ધનવાનોનો દોષ ક્‌હાડવો તે અયોગ્ય છે."

શો ક્‌હાડું મૂર્ખનો દોષ ?
શીદ શોધું મૌર્ખ્યના કોષ ?
મુજ ભણ્યા ગણ્યા વિદ્ધાન ઘણા ધનવાન, તેય છે કેવા ?
ધન મળતાં, જડતા નવી ધરી, ભણયું ભુલ્યા હોય બધું તેવા !
અથવા, હું જ સાક્ષર છતે મૂર્ખ છું !
શો ક્‌હાડું અન્યનો દોષ ?
શીદ ભરું પરનિન્દાકોષ ?
મુજ છે જ લક્ષ્મી આસન્ન,
છે સરસ્વતી સુપ્રસન્ન,
નથી ત્હોય કર્યો વિચાર
હજી સુધી તો મનની માંહ્ય !
જગ જોવા ગૃહ ત્યજી આવ્યો,
પ્રિય સુહૃદ ન પણ પરખાયો !
મુજ દૃષ્ટિ આગળ ચાલે-
ન નિકટ–નહીં અંતર્–ભાળે !
પ્રિયમિત્રમર્મને જોયું, હૃદય મુજ રોયું, સ્વપ્ન ધરી, જાગ્યો !
પ્રિય મિત્ર ! તુજ સંતાપ સમજજે હવે ઘડીમાં ભાગ્યો !

વળી વિચાર કરવા લાગ્યો.

એક ચંદ્રકાંતના સંસારમાં અનેક ચંદ્રકાંતના સંસાર જોઉં છું. જેવું એકનું દુ:ખ તેવાં દુ:ખ અનેકને ! વિધા એ લક્ષ્મી નથી; એટલું જ નહી, પણ સરસ્વતી અને લક્ષ્મીનો વિરોધ જુનો ગણાય છે તે મ્હેં આજ પ્રત્યક્ષ કર્યો. ચંદ્રકાંતની શાંત બુદ્ધિ કુટુમ્બયજ્ઞમાં ગંગાને હોમે છે ! ઉદ્ધતલાલનો બુદ્ધિકોપ શ્રીમતીને આત્મવત્ કરવાના ઉત્સાહથી કરોળીયાના જેવી કુટુમ્બજાળને તોડી નાંખી તે જાળના સ્થાનને ઝાપટી