પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

the two sexes may well protest against this gross injustice to the weaker sex. But, apart from that, no small interest gathers round the questions whether India with this monometallism for her social economics is really a loser on the whole, and whether the world of bimetallists has gained anything substantial, or, to be more serious and less offensive to the fastidious moralist, whether the world has gained on the whole by its submission to the ordinary laws of nature, and India has suffered by working out this artificial system within its families.–Anonymous.

વિદ્યાચતુરનું કુટુંબ એકઠું થઈ ગયું. વૃદ્ધ માનચતુરે હું ઘેર આવી કુમુદ વીશે આશા મુકી અને મુકાવી. બુદ્ધિધનના પત્રથી પ્રમાદધનના મૃત્યુની કૃષ્ણપત્રી જણાઈ ગઈ. એક દિવસમાં રંક પુત્રીનું અને મૂર્ખ જામાતાનું મરણ સિદ્ધ થયું. અમાવાસ્યાની રાત્રિના અંધકારમાં ચોમાસાનાં વાદળાંનો અન્ધકાર ભળે, બેવડો અન્ધકાર જગતમાં વ્યાપી જાય, અને નિદ્રાની જડતામાં વૃષ્ટિના શૈત્યની જડતા ભળે, તેમ વિદ્યાચતુરના પ્રધાન મ્હેલમાં થઈ ગયું. કુમુદ ગયાનો શોક પૂર્ણ વિકાસ પામવા આવ્યો અને પ્રમાદધનના નામ ઉપર આરોપ, ઠપકા, ગાળો અને શાપની વૃષ્ટિ પુરી થઈ નહી, ત્યાં પ્રમાદધનના સમાચારે એ ગાળો અને શાપને શાંત કર્યાં, અને વિધવા થતાં પ્હેલી મૃત્યુ પામેલી પુત્રી ભાગ્યશાલી ગણાઈ, અને એ વિચારે એના ઉગ્ર શોકને શાંત કર્યો. મણિરાજ પોતે સર્વને આશ્વાસન આપી પાછા ગયા. મિત્રો, કુટુમ્બજન, જ્ઞાતિજન, અધિકારી મંડળ, રાજમ્હેલનું મંડળ, અને પ્રતિષ્ઠિત નાગરિક મંડળ, સર્વની આખો દિવસ આવજા થઈ અને અનુશોચનના વ્યવહારે શોકના હૃદયરસને છિન્નભિન્ન કરી નાંખ્યો. અતિશય વ્યવહારવ્યાપારમાં ગયેલા દિવસને અંતે રાત્રિ સમયે શ્રાન્ત થયેલું સર્વ મંડળ વિશ્રાન્તિને ખોળે પડી નિદ્રામાં પડ્યું, વિદ્યાચતુરની નિદ્રા, ઈશ્વરેચ્છાનો વિચાર થતાં ગાઢ થતી, પુત્રીના ગુણ અને ભાગ્ય સાંભરતાં મસ્તિકમાંથી દૂર થતી, શોક તરી