પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૮

પતિની આજ્ઞા લેઈ ફ્‌લોરાને કુસમ પાસે મોકલવા માંડી. ઈંગ્રેજ કુમારી કલાઓમાં નિષ્પન્ન*[૧] હતી. તો કુસુમ તે કલાઓની જિજ્ઞાસુ હતી, ફ્‌લોરા દેશી વ્યવહારની જિજ્ઞાસુ હતી તો કુસુમ ઈંગ્રેજ સ્ત્રીઓના સુઘડ સંસ્કારોની રસીયણ હતી. ફ્‌લોરાને દેશી સ્ત્રીઓની બુદ્ધિમાં અને ગૃહનીતીમાં કંઈ ગ્રાહ્ય લાગતું તો ઇંગ્રેજ સંસારમાં શું ગ્રાહ્ય છે અને દેશી સંસારને તે કેટલું અનુકૂલ કે પ્રતિકૂલ છે તે શોધવાનો કુસુમને અભિલાષ હતો. પરસ્પર અપેક્ષાઓ અને વાસનાઓ પૂરવાના આવા યોગથી ફ્‌લોરા અને કુસુમના વાર્તાવિનોદ રસભર થવા માંડ્યા.

કુસુમને બેસવાના ખંડમાં જવાની નીસરણી ઉપર ચ્હડતાં ચ્હડતાં એક પાસની ભીંતમાંની બારીમાંથી કુસુમને પોતાની પાસે આવવા દોડતી ફ્‌લોરા જોઈ. એ આવી પ્હોચતા સુધી પોતે ત્યાંજ ઉભી રહી. એ આવી એટલે આંંગળીએ વળગી બે જણ ઉપર ચ્હડયાં. વાતો ગુજરાતીમાં ચાલી; ફ્‌લોરા ગુજરાતી સમજવા બોલવા પ્રયત્ન કરતી હતી અને ગુંચવારો પડતાં સ્મિત કરતી હતી.

ફ્‌લો૦– “મિસ કુસુમ - બ...હે...ન કુસુમ - કુસુમ બ...હે...ન.”

કુ૦- “બ...હે...ન નહી, બ્હેન."

ફ્‌લો૦- “બરાબર. લખવા અને વાંચવામાં ત...મા...રી – ભા...ષા... ફેર રાખે છે. “કુસુમ બ્હેન ! બરોબર?”

કુ૦– “બરાબર! ફ્‌લોરા બ્હેન! મ્હારા તમારા નામનો અર્થ એક જ છે."

ફ્‌લો૦– “યેસ્ ! હા. તમે કુસુમ – હું કુસુમ. તમે... કુમારી... હું કુમારી.”

વાત કરતાં કરતાં બે જણ ઉપર આવ્યાં. એક અનેકાસન [૨] ઉપર બેઠાં.

કુસુમે ફ્‌લોરાને એક ચીનાઈ પંખો આપ્યો, તેના પવનથી પરસેવો શાંત કરતી ફ્‌લોરા પુછવા લાગી.”

“આનું નામ શું ?”

"વીંજણો ?"

“તમારી સાથે કોણ હતું ?”


  1. * Accomplished
  2. * અનેક મનુષ્યને બેસવાનું આસન, કોચ,
  • Accomplished. [!
  • અનેક મનુષ્યને બેસવાનું અાસન, કાચ,