પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૨

અને મનુષ્યને સુખ અને આનંદ આપે છે તે આ જ ? મીરાંબાઈ ગાઇ ગયાં છે કે–

“મીરાં ભક્તિ કરે રે પ્રકટકી,
“ ઓ નાથ ! તુમ જાનત હો સબ ઘટકી ! ”

“એ પ્રકટે ઈશ્વર તે આજ હશે ! પ્રતિમામાં અને આ ઝાડોમાં ને તડકામાં પણ ઈશ્વર પ્રકટ થાય છે અને એ પ્રકટ ઈશ્વરનો મને આજ સાક્ષાત્કાર થયો ! ઓ પ્રકટ પ્રભુ ! મીરાંબાઈ વાઘના પંઝામાં પડેલાં બચ્યાં તે મને તો ત્હારે તે પ્હેલાં બચાવવાની છે ! તે શું તું મને નહી બચાવે ? હું પણ કહું છું કે

“કુસુમ ભક્તિ કરે રે પ્રકટકી,
“ઓ નાથ ! તુમ જાનત હો ઈસ ધટકી !”

થોડી વાર એમની એમ ઉભી. અંતે એક ખુરસી પર બેઠી ને ખોળામાં હાથ નાંખી વિચાર કરવા લાગી.

“બુદ્ધિધનની પિતા સ્પષ્ટ ના ક્‌હે છે અને ગુણીયલ હા ક્‌હે છે, મેં જાણ્યું કે સરસ્વતીચંદ્ર જડવાના નથી એટલે નીરાંત થઈ, ત્યારે આ નવું કયાં જાગ્યું ? મ્હારે એકનું યે કામ નથી ને બીજાનું એ નથી. ઈશ્વર કરે ને આ વાતમાં ગુણીયલ હારે ને સરસ્વતીચંદ્ર જડે નહી તો મ્હારું ધાર્યું થાય માટે હું પણ હાલ તે એમ જ કરું કે બુદ્ધિધનની ચોખી ના કહું એટલે ગુણીયલ હારશે ને પિતા ફાવશે.”

“પિતા આ વાતમાં ફાવ્યા એટલે અંતે હું ફાવવાની !”

દ્વાર ઉઘાડ્યું અને માતાપિતાને ગયેલાં દીઠાં. તેમના ખંડમાં કુસુમ ગઈ. ટેબલ પર પત્ર હતા તે લીધા – “પિતા ઉપર મ્હારા સંબંધનાં કાગળ આવે તે વાંચવામાં ચોરી ખરી ? બ્હેન સરસ્વતીચંદ્રના પત્ર પિતા ઉપરના હોય ત્હોયે છાનીમાની વાંચતી.”

નરભેરામનો પત્ર વિદ્યાચતુર ઉપર હતો તેમાં બુદ્ધિધનને માટે કુસુમનું માગણું, અત્યંત આર્જવ અને યાચના ભરેલું કર્યું હતું. બુદ્ધિધનની હવે લગ્ન માટે ઈચ્છા નથી પણ મહારાણા સમેત સર્વેનો વિચાર દૃઢ છે એમ પણ લખેલું હતું. કુસુમને આશા પડી. બુદ્ધિધનનો પત્ર વાંચવા લાગી."

“પ્રિય વિદ્યાચતુરજી,

“મ્હારા ગૃહસંસારનાં બે રત્ન ખોવાયાં, પત્થર ડુબ્યો અને તેના ભારથી ચંપાઈ તેની તળે રત્ન પણ ડુબ્યાં. મ્હારી પુત્રી તથા મ્હારો સહાયક