પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૧


વીર૦– છી છી છી છી ! ચન્દ્રકાન્ત ! તમે કંઈ સમજ્યા જ નથી. આખી રાત્રિના આખા આકાશમાં ચંદ્ર વૃદ્ધિક્ષય પામતો એકલો એક ફરે છે તેથી જગત્ ઉંઘતું મટતું નથી અને અન્ધકાર સમસ્ત નાશ પામતો નથી. મલ્લમહારાજની પોતાનીજ નિરાશાનું કારણ જુવો ! તમારા દેશના હોલ્લા પેઠે છાપરા ઉપર બોલતા બોલતા તેઓ થાકી ગયા અને માત્ર એક જ બોલ બોલ્યા કે “એકલો શું કરું ? એકલો શું કરું ?”

પિતાની સ્તુતિથી તૃપ્ત થતું મણિરાજનું હૃદય આ નિરાશાનું ચિત્ર જોઈ ખિન્ન થયું. તેના હૃદયનો અનુભવી પ્રધાન તે ચેતી ગયો અને ખેદદશાને વ્યગ્ર કરવા બીજી કથા કરવા લાગ્યો.

“વીરરાવજી, આ મહાભવનનો ઇતિહાસ તમે સાંભળ્યો હવે ઉઠો અને તેના મર્મભાગ જુવો અને સમજો.”

સઉ ઉઠ્યા. આગળ મણિરાજ અને વિદ્યાચતુર અને પાછળ અન્ય મંડળ ચાલ્યું. કુરુક્ષેત્રની એક પાસ પાંડુભવન હતું તેમાં સઉ પેંઠા.

એ ભવનમાં પેસતાં સામે પાણ્ડુરાજાની અને એની આશપાશ તેની બે રાણીઓની પ્રતિમાઓ આરસની હતી. પાણ્ડુમૂર્તિના સિંહાસનની આગલી પાસ સુવર્ણલેખ હતો.

“આપત્કાળે રાજાઓ રાજ્યયોગ શાથી પામે છે ? પ્રથમ રાજ્ય ધરનાર દેહ જોઈએ – જેનાથી રાજવંશ વૃદ્ધિ પામે. આ પ્રત્યક્ષ દેહવાલો દેહી ધૃતરાષ્ટ્ર અન્ધ છે અને તેનો ન્હાનો ભાઈ શૈાર્યદિક્ષાત્રકલાસંપન્ન રાજત્વ ગુણ છે તે દેખતો છે, સમર્થ છે, અને ન્હાનો ભાઈ છતાં તે જ રાજ્યને યોગ પામે છે. રાજ્યયોગકાળે પરાત્ર્ક્મ અંગ તે આ જ પાણ્ડુરાજા છે અને રાજત્વગુણની વંશવૃદ્ધિ એના જ વંશમાં છે. મલ્લરાજના અનુયાયી રાજ્યાધિપો એ રાજાનું સત્વ સાચવશે તો નશ્વર સંસારમાં તેમનું રાજત્વ જીર્ણોદ્ધાર પામશે. રાજ્યયોગનો અધિકારી ધૃતરાષ્ટ્ર નથી – પણ પાણ્ડુ છે એ વાત નિત્યસિદ્ધ છે.”

એક પાસની ભીંત ઉપર મણિરાજે કોતરાવેલો ઈંગ્રેજી લેખ હતો.-

“Spirit of Acquisition and Growth ! Thou wert born to acquire and to grow and not to enjoy. Thou wert born for Duties and not for Rights ! Attempt not to rest from Duties and enjoy any Rights. Power is the sweet charmer by thy side,