પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૨

and awful will be the moment, that will tempt thee to her embraces. For, beware if warning can avail it against thy frailty, the moment of thy Fruition of her charms will also be the moment of thy Death ! Great spirit of Dominating Growth! Thy moment of Fruition of Power will mean the moment of thy disappearance ! So disappeared King Pandu the moment he rushed into the arms of fair Madri !”

સામી ભીંતે ટુંકો લેખ હતોઃ– “રાજાઓને ભોગ નથી, ધર્મ છે. ભોગવિલાસનો પ્રથમ ચમત્કાર પાણ્ડુરાજાએ યમની તરવારમાં દીઠો. ૨ત્નનગરીના રાજ્યાધિપો ! આ કથા ભુલશો માં !”

વીરરાવ સર્વ વાંચી એક પાસ ઉભો. “શું આ વાર્તામાં આવું રૂપક છે? આ ઉપદેશ પાળનાર રાજા મ્હેં હજી સુધી દીઠો નથી. જો રત્નનગરીમાં એ નિયમ પળાતો હોય તો વીરરાવ એક જણની પાસે પોતાના ઉદ્ગાર પાછો ખેંચી લેવા બંધાયેલો છે.”

મણિ૦- વીરરાવ, આપણે આ ભવન જોવા આવ્યા છીએ. હું રંક બાળક એ ભવનના મહાન ઉચ્ચગ્રાહને પામ્યો છું કે નહી તે જોવા નથી આવ્યા. અમારા ઉચ્ચગ્રાહના ઉચ્ચાર જેટલા મ્હારા આચાર છે એવું માનશો માં. મને બાકી એટલું અભિમાન છે કે વૃદ્ધ મહારાજ એ આચારની સીમાને પ્હોંચ્યા હતા. વળી આ મ્હારે નામે લખાયેલા ઉદ્ગારમાં જીવ મુકનાર મ્હારા ગુરુ પ્રધાનજી છે એટલે એ ઉદ્ગાગારની શક્તિ પણ મ્હારી સમજશો માં.

વીર૦– જે વિનય મ્હારા વંશને દુર્લભ છે તે આપણામાં પળે પળે દેખું છું. રાજકુળમાં જન્મ પામ્યાનો મહિમા હું આજ પ્રથમ પ્રત્યક્ષ કરું છું.

મણિ૦- હું વિનયવાકય બોલતો નથી. સત્ય બોલું છું.

વીર૦- આપ આપના હૃદયમાં જે સત્ય માનો છો તેજ બોલોછો. આપનો વિનય હૃદયનો છે, કેવળ વાણીનો જ નથી.

ચંદ્ર૦- મહારાજ, રાજ્યયોગનું અંગ પાણ્ડુરાજાને ગણોછો તેવા યોગની અશક્તિને આ કાળે આમાંથી દેશી રાજાઓએ શો ઉપદેશ લેવો ?

મણિ૦- વૃદ્ધ મહારાજના ઉપદેશમાત્રના આધાન પ્રધાનજી હતા. આપના પ્રશ્નનો ઉત્તર પેલા ગ્રન્થમાંથી મળશે. એ ગ્રન્થમાં પ્રધાનજીએ વૃદ્ધ મહારાજના વિચાર લખેલા છે.