પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ર૧પ


યુધિષ્ઠિરની ગંભીર મૂર્ત્તિના ચરણ નીચેના આરસની તક્તીમાં સુવર્ણલેખ હતો.

“ગૃહસંસારથી આરંભી રાજ્યસંસારના શિખર ઉપર ચ્હડતાં મલ્લરાજને એક જ પદાર્થમાંથી સ્વસ્થતા જડે છે. તે પદાર્થ તે ધર્મ. આજ કાલ શૈવ વૈષ્ણવ ખ્રિસ્તિ મુસલ્માન આદિ મતમતાંતરવાચક શબ્દોમાં જણાતા મમતામૂલક ધર્મસાથે ધર્મરાજાના ધર્મને લેવાદેવા નથી. સર્વ પ્રજાઓને, સર્વ દેશમાં, સર્વ યુગમાં, સામાન્ય પૂજનીય ધર્મ તે ધર્મરાજનો ધર્મ છે. રાજ્યયોગ સિદ્ધ કરી રાજ્યક્ષેમની વાસના રાખનાર આર્ય પાણ્ડુમહારાજે જયેષ્ઠ પુત્રને સ્થાને ધર્મને માગ્યો છે ને મલ્લ પણ એજ માગે છે. દ્રૌપદીવસ્ત્રહરણ કાળે સર્વ પાણ્ડવો આત્મસ્થ પ્રત્યક્ષ સ્થૂલાદી બળ નિવારી દેખીતા અતિયોગ્ય ક્રોધવૈરાદિ વિકારોને સંયમી, માત્ર જ્યેષ્ઠબંધુ ધર્મરાજની આજ્ઞાને વશ રહી, સર્વ અન્ય પદાર્થના ત્યાગી થયા. મલ્લ પણ પોતાના રાજ્યમાં, દેહમાં, અને વંશમાં એજ પરિણામ ઈચ્છે છે! એ ધર્મનું સ્વરૂપ જાણવું હોય તે વ્યાસમુનિના અક્ષરતીર્થ કાવ્યમાં સ્નાન કરી પવિત્ર થાય. ધર્મ જ જીવતે દેહે સ્વર્ગ પામે છે. ધર્મ જ જાગે છે. રાજ્યભારમાં સ્વસ્થ નિદ્રા પણ ધર્મને જ છે.અધર્મની શય્યામાં સુનારને કાંટા જ છે.”

પ્રતિમા નીચેના સ્તમ્ભની આગલી પાસ આ લેખ હતો. બીજી બે પાસ મહાભારતમાંથી શ્લોક હતા.

એક પાસ લખ્યું હતું. “વાંચનાર પાણ્ડુરાજાએ કુન્તી પાસે ધર્મરૂપ યમદેવનું આવાહન કરાવી ધર્મરૂપ જ્યેષ્ઠ પુત્ર પ્રથમ માગ્યો તે શું કહીને ?

"अद्यैव त्वं वरारोहै प्रयतस्व यथाविधि ।
"धर्ममावाह्य शुभे स हि लोकेषु पुण्यभाक् ॥१॥
"अधर्मेण न नो धर्मः संयुज्येत कथञ्चन ।
"लोकश्चायं वरारोहे धर्मोऽयमिति मन्यते ॥२॥
"धार्मिकश्च कुरुणां च स भविष्यति स संशय: ।
"धर्मेण चापि दतस्य नाधर्मे रंस्यते मनः ॥३॥
"तस्माद्धर्मं पुरस्कृत्य नियता त्वं शुचिस्मिते ।
"उपचाराभिचाराभ्यां धर्ममावाहयस्व वैं ॥४॥

બીજી પાસ લખ્યું હતું.

“પાણ્ડવોમાં જયરૂપ અર્જુન પોતે ધર્મનીજ આજ્ઞામાં છે,ધર્મના બળથી જ જયની આશા રાખે છે, અને ધર્મમાં જ શ્રદ્ધા રાખે છે. તે શું ક્‌હે