પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
216

છે? ધર્મરાજને પોતાને શત્રુબળથી અવસન્ન જોઈ અર્જુન ધર્મને ધર્મનું બળ દર્શાવી સ્તવે છેઃ—

प्रज्ञयाऽभ्यधिकान् शूरान् गुणयुक्तान् बहूनपि ।
जयन्त्यल्पतरा येन तन्निबोध विशाम्पते ।। १ ।।
तत्र ते कारणं राजन् प्रवक्ष्यायाम्यनसूयवे ।
नारदस्तमृषिर्वेद भीष्मद्रोणौ च पाण्डव ।। २ ।।
एवमेवार्थसाश्रित्य युद्धे देवासुरे ऽब्रवीत्
पितामहः किलं पुरा महेंद्रादीन् दिवौक्सः ।। ३ ।।
न तथा बलवीर्याभ्यां जयन्ति विजिगीषवः ।
यथा सत्यानृशंसाभ्यां धर्मेणैकेन चानघ ।। 4 ।।
ज्ञात्वा धर्ममधर्मे च लोभं चोघममास्थिताः ।
युध्यध्वमनहंकारा यतो धर्मस्ततो जयः ।। 5 ।।
भीष्मपर्व.

ભવનમન્ત્રીએ પ્રધાનના પુસ્તકમાંથી એક પાનું ઉઘાડી બતાવ્યું; વીરરાવે મ્હોટેથી વાંચ્યું.

"The highest sense of Duty and unflinching obedience to the Highest Principles of the Eternal Code of Morality which can illumine the Soul of the humblest and the highest for the weal of the world:- these have the first right to command and control Intelligence, Power, and All ! So sang the Indian Sage and Bard, and lucky is the nation where He will be obeyed."

વીર૦- આ બધા માનસિક મન્ત્રમાં રાજકીય વિષય શો છે?

વિધા૦- આ યુધિષ્ઠિરભવનમાં ધર્મરાજાની મૂર્તિપાછળ તમે જુવો છો. તેમાં થઈ ને પાછળ પાંચાલીભવનમાં જવાય છે, પાંચાલી પ્રજાદેવી - તેના પતિઓ એટલે પાલકો પાંચ પાંડવો છે. એનું પાલન કરનાર પતિઓમાં જયેષ્ઠ ધર્મરાજા છે. જેને તમે ધર્મનો માનસિક મન્ત્ર કહો છો તે ધર્મરાજાને મન પાંચાલીના કરતાં વધારે પ્રિય છે. તે મૂર્તિના ચરણ નીચેના લેખથી તમે જુવો છો. પાણ્ડુભવનમાં તમે એક વિચારણાસન જોયું તેને ઠેકાણે આ ભવનમાં ત્રણ ખુણામાં ત્રણ વિચારણાસન છે અને ચોથામાં પુસ્તકો છે. એક વિચારણાસન ઉપર બેસી ધર્મરાજ ઉપર દૃષ્ટિ કરી મહારાજ