પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૭

માનસિક ધર્મના વિચાર તેમ આચારની રાજ્યસંબંધમાં વિચારણા કરે છે. આ રાજ્ય અને પરરાજ્ય વચ્ચે, પોતાના જીવનને માટે, અને પોતાના કુટુંબને માટેના ધર્મવિચાર એજ આસનમાં થાય છે. ત્યાર પછીના ખુણામાં બીજું વિચારણાસન છે ત્યાં બેસી મહારાજ રાજસેવકોના ધર્મ શોધે છે, રચે છે, અને પોષે છે. મહારાજ યુધિષ્ઠિર વ્યૂહરચનામાં કુશળ હતા. સૈનિક - military - તેમ સભ્ય - civil - રાજસેવકમાત્રની વ્યૂહરચનાના સંબંધની આજ્ઞાઓ આ જ આસનની વિચારણામાંથી જન્મે છે, સર્વ સેવકોના ધર્મ અને તેમની સ્વધર્મનિયન્ત્રણા – Discipline – ના રશ્મિઓને (reins - લગામોને) આ સ્થાનમાં જ યમરાજના જેવી ઉગ્ર દૃષ્ટિથી મહારાજ ખેંચી રાખે છે અને રાજ્યધર્મના અશ્વ જેવા સેવકોનું પાલનનિયમન કરે છે. ત્યાર પછીના ખુણામાં ત્રીજું વિચારણાસન જુવો છો ત્યાં બેસી મહારાજ, પ્રજામાં રહી પ્રજાના શત્રુ જેવા થતા અપરાધીઓના – અને પરસ્પરબન્ધુત્વ ભુલી વિગ્રહમાં પડતા વાદીપ્રતિવાદીઓના – ધર્મ શોધે છે, રચે છે, અને એ રચના પ્રમાણે તીવ્ર ન્યાય થાય છે કે નહી તે તોળે છે અને તે તુલના પ્રમાણે ન્યાય આજ્ઞાઓ કરી પ્રજાને સ્વસ્થ કરે છે. પ્રત્યેક આસન ઉપર વિચાર કરી પાંચાલીભવનમાં મહારાજ જાય છે. એ પ્રિયતમા મહારાજના આ પ્રયત્નથી પ્રસન્ન થશે કે નહી અને થઈ કે નહી તે વાત મહારાજ આતુરતાથી જાણી લે અને એ પ્રિયતમાના પ્રેમાસ્પદ થાય એ લોભ ધર્મરાજની આ પાંચાલીની દૃષ્ટિના પ્રસાદમાંથી મહારાજના સાત્વિક અન્તઃકરણમાં પ્રસરે એટલા માટે વૃદ્ધમહારાજે કરેલી યોજના આ ભવનમાં તમે પ્રત્યક્ષ કરો છો.

વીર૦- Happy is the man who comes to this nobly conceived hall and bows in deep humility to the high and sacred thoughts it fills one with ! A thousand blessings from this poor heart of mine flow towards your Highness as I witness this stern and holy ideal and its fullest, clearest expression.

વીરરાવે મણિરાજના હાથને બળથી ડાબ્યો.

ચંદ્રકાંત વીરરાવના કાનમાં બોલ્યોઃ “Mind you, you are treating a prince like a private man quite mannerlessly !"

વીરરાવે પણ કાનમાંજ વાત કરી; “Damn your etiquette