પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૮

where I simply give a clear form to my admiration ! Is not a prince a man?"

ચન્દ્ર૦- “You are rude, whether you are pleased or pained - like a dog that barks and bites or fawns and licks!"

મણિરાજના વચને આ ગુપ્ત વિગ્રહનો અંત આણ્યો અને સઉ તેના શ્રવણમાં વ્યાપૃત થયા.

મણિ૦- “વીરરાવજી, આ સર્વ વિચારણાસનમાં બેસું છું ત્યાં ધર્મરાજાનું દર્શન મ્હારા ચિત્તમાં અનેક મન્ત્ર મુકે છે, મ્હારા અભિમાનને શાન્ત કરી નાંખે છે, અને જે ધર્મ પાળવા તેમની તીવ્ર આજ્ઞા પ્રત્યક્ષ થાય છે તે ધર્મ કીયો એ જાણવાની આતુરતા થતાં, પ્રથમ પુછું છું આ ચારે પાસ લટકતી પુસ્તકશાળાને, પછી પુછું છું દેશકાળને, પછી પુછું છું મ્હારા રાજ્યના અનુભવને અને તેનાજ હિતને, અને પછી પુછું છું મ્હારા રંક હૃદયને. વૃદ્ધ મહારાજે એ શ્રેણિ બતાવેલી છે અને એવી રીતે વિચારેલો શોધેલો ધર્મ રાજ્યને હિતકરે છે એવું મનાવનારી શ્રદ્ધા વિરાટની સભામાં મહાત્મા મહાબુદ્ધિવાન શૂર અર્જુને ધર્મરાજનું અભિજ્ઞાન કરાવતાં ક્‌હેલાં વાક્યોમાંથી જન્મતી જોઉ છું.

ભવનમન્ત્રીએ મણિરાજના પુસ્તકમાંથી એ શ્લોક ક્‌હાડી એના હાથમાં મુક્યા અને મણિરાજે જાતે તે વાંચ્યા.

"इन्द्रस्यार्धासनं राजन्नयमारोढुमर्हति । ब्रह्मण्यः श्रुतवांस्त्यागी यज्ञशीलो दृढव्रतः ॥ एष विग्रहवान् धर्म एष वीर्यवतां वरः । एष बुद्ध्याधिको लोके तपसां च परायणः ॥ एषोऽस्त्रं विविधं वेत्ति त्रैलोक्ये सचराचरे । न चैवान्यः पुमान् वेत्ति न वेत्स्यति कदाचन ॥ दीर्घदर्शी महातेजाः पौरंजानपदप्रियः । पाण्डवानामतिरथो यज्वा धर्मपरो वशी ॥ महर्षिकल्पो राजेन्द्रः सर्वलोकेषु विश्रुतः । बलवान् धृतिमान् दक्षः सत्यवादी जितेन्द्रियः ॥ अस्य कीर्तिः स्थिता लोके सूर्यस्येवोद्यतः प्रभा । संसरन्ति दिशः सर्वा यज्ञसोऽस्य इर्वाशवः ।।