પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૨

પીડા કરે છે તે પ્રથમ વિચારણાસનમાં વિચારાયું હોય છે. ત્રીજા આસનમાં એ વિચારના નિર્ણય પ્રમાણે ભીમસેનની ગદા ઉપડે છે. રાજ્યનું જે અંગ દુષ્ટ નીવડે તેને એ ગદા ચૂર્ણ કરે છે. કોઈકનો પગાર કપાતાં તો કોઈકની સેવા ખોવાતાં રાજસેવકો ભીમના ગદાપ્રહાર અનુભવે છે. મહારાજના ભાયાતો પર અને મહારાજની સેવકસેનાપર યોગ્ય પ્રસંગે આ ગદા દયાવિના પડે છે. મહારાજનું કુટુમ્બ પણ્ ધર્મરાજની આજ્ઞા લોપતાં કે પાંચાલીને પરાભવતાં આ ગદાથી ડરે છે. કેટલીક પ્હેડીઓથી રત્નનગરીમાં પ્રજાવત્સલ મહારાજો જ થયા છે. પણ પ્રજાને માટે શત્રુકર્મ કરવા, અથવા પ્રજારક્ત ભીમસેનને શતહસ્તીના બળથી ડાબી નાંખવા, કોઈ કાળે આ સિંહાસનના ભાવી ઘૃતરાષ્ટ્રને વૃત્તિ થાય તો તેને સુધારવા અને જ્ઞાનદૃષ્ટિ ઉપર આણવા તેની બાથમાં જીવતા ભીમસેનને સટે જ નાંખવા લોખંડના ભીમસેનો પણ આ જ આસનમાં ઘડાય છે અને પાંચાલીનું સૌભાગ્ય સંપૂર્ણ કલાથી પોષાય છે. રાજનયરૂપ દુર્યોધન અને દંડશક્તિરૂપ દુઃશાસન પાંચાલીની સેવા કરવાને સટે એના રૂપ ઉપર કુદૃષ્ટિ કરે તો તે નય અને દંડનાં એટલાં દુષ્ટ અંગ પ્રથમ આસનમાંથી દેખાતાં આ આસનમાંથી ભીમની ગદાને વશ થાય છે. ચોથા વિચારણાસનમાં બેસી મહારાજ પોતાની સેના અને સેવકોમાંથી સારો ભાગ ચાળી ક્‌હાડે છે એટલે અન્ય આસનો ઉપર બેસી જેને પાંચાલીના શત્રુ ગણ્યા હોય તે વર્ગનો બહિષ્કાર કરી બાકીના વર્ગની ગણના કરે છે. તે પછી પ્રથમ આસનપર પાંચાલીનાં દુ:ખનાં નિમિત્ત જે જે ગણ્યાં હોય અને જેનો પ્રતીકાર બીજા અને ત્રીજા આસન ઉપર ન વિચાર્યો હોય તેવા શત્રુઓને ગણી ક્‌હાડે છે. પરરાજ્યોમાં થતા શત્રુઓથી અને દુષ્કાળ તથા વ્યાધિઆદિ શત્રુઓથી પાંચાલીનો જીવ કંપતો ર્‌હે છે તે સર્વ શત્રુઓનાં ગણિત આ જ આસન ઉપર બંધાય છે. તે પછી આ શત્રુઓની સાથે પ્રસંગ પડ્યે ગદાયુદ્ધ કરવા માટે અબહિષ્કૃત સેના અને સેવકોને સજજ અને શક્તિમત્ કરવાના વિચાર આ જ ચતુર્થાસન ઉપર બંધાય છે. વાયુ જેવી સુક્ષ્મ સતતગતિવાળા વાયુપુત્રના દર્શનથી આ સર્વ આસનો ઉપરના વિચારો પ્રોત્સાહન પામે છે, અને આ પુસ્તકશાળામાંથી અને અન્ય સાધનોથી આ વિચારો સપક્ષ થાય છે. આ સર્વ રહસ્ય આ ભવનમાં લખવાનાં પેલાં પુસ્તકોમાં છે.

ચંદ્ર૦- પરરાજ્યના શત્રુ સામે આ યુગમાં સેના તમારે શા કામની?

વિદ્યાચતુર હસીને બોલ્યો :– "આ યુગમાં વાદયુદ્ધ ચલવવાની કળા પ્રાપ્ત કરવી પડે છે અને પરરાજ્યો સાથે તથા સરકાર સાથે સ્વાર્થવિરોધના