પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૪

કરી છેલ્લી આજ્ઞા કેમ કરવી તે ધર્મભવનને સોપાય છે. હવે આપણે અર્જુનભવનમાં જઈએ.

સર્વ તેમાં ગયા. અર્જુન મૂર્તિ કપિકેતન રથમાં આરૂઢ હતી અને એ ભવન સર્વથી મ્હોટું હતું.સારથિસ્થાને સ્મયમાન કૃષ્ણમૂર્તિ હતી. રથના છત્રને અગ્રભાગે કીનારી ઉપર ચારે પાસ ફરતે ઈંગ્રેજીમાં ન્હાને અક્ષરે સુવર્ણલેખ હતોઃ-

“Hail ! Glorious Spirit of Activity, Enterprise, and Progress! Unimpeded, Unbeaten, and All-Powerful ! Proceed Forward ever and ever over land and sea and through Heaven itself ! For Thou wast Heaven-born.”

વિદ્યા૦- ચંદ્રકાંતજી, વૃદ્ધ મહારાજને આ ભવન પ્રિયતમ હતું. આ ભવનમાં પાંચ વિચારણાસન છે - યોગાસન, નીતિઆસન,ક્રિયાસન, વિજયાસન, અને વિભૂતિઆસન. કૃષ્ણ અને અર્જુન, નર અને નારાયણ, એ બેના ઈષ્ટયોગથી આ પાંચ આસનના વિચાર સંધાય છે. પોતાનાસહિત પાંચે પાંડવો અને પાંચાલીના જન્મહેતુ સફલ કરનાર રાજકીય પુરુષકાર - પુરુષપ્રયત્ન – તે અર્જુન અને સારથિ શ્રીકૃષ્ણ. ઈશ્વરકૃપાના સારથિપણા વગરના પુરુષકારને કાબાઓ પણ લુંટે છે.

વીર૦- પ્રધાનજી, આપનું રૂપક ક્લિષ્ટ થઈ ગયું - ક્લિષ્ટતાને પણ સીમા હોય છે. આટલી બધી વિચારણાઓ, ને શાંતિકાળની અને આજના ઈંગ્રેજી યુગની વ્યવસ્થાઓ, તે સર્વને પણ તમે ભીમની ગદામાં અને અર્જુનના તીરકામઠાંમાં સમાસ કરો તો તે અમારી બુદ્ધિ સહી શકતી નથી. We should be fools without common sense to accept the pedantry of these far-fetched allegories. Surely our hoary Vyasa had no idea of any of these your interpretations of his simple designs. I am quite sure the bard contemplated neither your Spirit of Prestige and Power, nor your Angel of Progress, when he penned his bulky volumes to bring into one place his heterogeneous mass of fictions, adages, and nursery tales - and, may be experiences.