પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૩૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૬

રૂપ કુસુમકળીમાં સૂક્ષ્મદૃષ્ટિ નાંખી દેખાડ્યું, માટેજ અને વધારે સબળ કારણથી વ્યાસવાલ્મીકિના અક્ષરમાં વાણીને અર્થ અનુસરે છે અને અનુસરનાર અર્થ શોધવો એ એવા કવિની પૂજા કરવા જેવું છે અને એવા અર્થોનાં દર્શન કરાવવામાં લોકનું કલ્યાણ છે તે વૃદ્ધ મહારાજે ઇચ્છેલું છે અને અમારું બીજું મંડળ તેમાં સાધક થયું છે.”

વીર૦– (સ્મિત કરી) એ પણુ સુન્દર કહ્યું ચાલો ત્યારે એ દૃષ્ટિથી સમજાવો. We shall see what Spirit of Progress you can spin out of old man Vyása. Only see that you don't make things too comical for my prosaic wits.

અર્જુનના રથના એક ચક્રની નાભિ ઉપર “નીતિ” શબ્દ લખેલો હતો અને બીજાની નાભિ ઉપર “ક્રિયા” શબ્દ હતો. તે દર્શાવતો વિદ્યાચતુર બોલ્યો: “આ મહાત્માનો રથ નીતિ અને ક્રિયારૂપ બે ચક્ર ઉપર ચાલે છે તેનું સમાધાન અર્જુનને જે શ્લોક વડે પાંડુરાજાએ કુન્તીપાસે માગ્યો હતો તેમાંથી નીકળશે.”

ભવનમન્ત્રીએ મણિરાજનાં પુસ્તકમાંથી એ શ્લોક ક્‌હાડ્યા.

" अतिमानुषकर्माणं यशस्विनमरिन्दमम ।
" नीतिमन्तं महात्मानमादित्यसमतेजसम ।।
" दुराधर्षं क्रियावन्तमतीवाद्भुतदर्शनम ।
" पुत्रं जनय सुश्रोणि धाम क्षत्रियतेजसाम ।।

વિદ્યા૦– અર્જુનની નીતિ અને ક્રિયા કેઈ કેઈ અને કેવી કેવી હતી તેનો ઉત્તર રથધુરીના અગ્રભાગે બે અશ્વના મસ્તકોની વચ્ચે આ રૌપ્યપટ્ટમાં તપ્ત – સુવર્ણ અક્ષરથી લખેલો છે.

ત્યાં જઈ તે અક્ષરો સર્વ જોવા લાગ્યા.

“અર્જુનનો અવતાર થતાં કુંતીને આ ગંભીર અશરીરવાણી પ્રત્યક્ષ થઈ હતી અને તેમાં અર્જુનની નીતિ અને ત્રિયાનાં સ્તોત્ર હતાં.

"आदित्या विष्णुना प्रीतिर्यथाभूदभिवर्द्धिता ।
तथा विष्णुसमः प्रीतिं वर्द्धयोष्यति ते ऽर्जुन: ॥
एष मद्रान वशे कृत्वा कुरुंश्च सह सोमकैः ॥
एतस्य भुजवीर्येण खाण्डवे हववाहनः ।
मेदसा सर्वभूतानां तृप्तिं यास्यति वै पराम् ॥