પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૭
ग्रामणीश्च महीपालानेष जित्वा महावलः ।
भ्रातृभि: सहितो वीरस्त्रीन्मेधानाहरिष्यति ॥
एष युद्धे महादेवं तोषयिष्यति शंकरम ।
अस्त्रं पाशुपतं नाम तस्मात्तुष्टादवाप्स्यति ॥

“મલ્લરાજ જે નીતિ અને ક્રિયાનાં બીજ આ વાક્યોમાં જુવે છે તે એના શોકને શાંત કરે છે અને એના હૃદયને આનંદ આપે છે, સર્વ પાંડવ દેવપુત્રો છે, પણ ઇન્દ્રનો પુત્ર તો ક્રિયાવાન અર્જુન જ છે. ધર્મ અને ભીમની તે આજ્ઞા પાળે છે પણ પાંચાલીને પ્રાપ્ત કરનારી ક્રિયા તો અર્જુનની જ છે, શ્રીકૃષ્ણ પાંચે પાંડવ અને છઠી પાંચાલીના સહાયક છે પણ તેમણે સારથિપણું તે ક્રિયાવાન્ અર્જુનનું જ કરેલું છે, ક્રિયાના પરમજ્ઞાનની ગીતા પણ તેને જ કહેલી છે, અને વિશ્વરૂપ પણ તેને જ પ્રત્યક્ષ કરાવેલું છે, રત્નનગરીના સિંહાસન ઉપર બેસનાર કાચ જેવા માનવી ! પાંચાલીનો પક્ષપાત અર્જુન ઉપર જ છે, શ્રીકૃષ્ણનો પણ તેમ જ છે, અને સર્વ પાંડવોના પ્રાણ પણ તેનામાં જ છે ! તે અર્જુનની નીતિ અને ક્રિયાનું પોષણ નહી કરે તો પુરુષરત્નોની જનની રત્નનગરી તમારી નથી તે અવશ્ય સમજજો અને મહાત્મા વ્યાસમુનિયે આ ક્રિયાવાન્ દેવસ્વરૂપનાં ભૂતભવિષ્ય કહેલાં છે તે રહસ્ય ધ્યાનમાં રાખજો"

"वरुणं च कुबेरं च धर्मराजं च पाण्डव ।
शक्तो ह्येष सुरान् द्रष्टुं तपसा विक्रमेण च ।।
ऋषिरेष मेहातेजा नारायणसहायवान ।
पुराणः शाश्वतो देवस्त्वजेयो जिष्णुरच्युतः ।।
अस्त्राणीन्द्राच्च रुद्राच्च लोकपालेभ्य एव च ।
समादाय महाबाहुर्महत्कर्म करिष्यति ।।"

ભવનમન્ત્રીએ પ્રધાનનાં પુસ્તકમાંથી આ ભાગ ઉપરની ટીકા વાંચવા માંડી.

“અર્જુન શસ્ત્રના કરતાં અસ્ત્ર ઉપર વધારે પ્રીતિ રાખે છે એનાં અસ્ત્ર જેમ દૂરગામી છે તેમ એ જાતે પણ દૂરગામી છે. એની ગતિ પોતાના રાજ્ય બ્હાર છે, દેશબ્હાર છે, સમુદ્ર ઉપર છે, સ્વર્ગમાં છે, દૃષ્ટિ, જિષ્ણુતા અને કર્મ એ ત્રણ અસ્ત્રને અર્જુન આગળ ફેંકે છે જ્યારે દેશી