પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૨


મણિ૦– હવે અન્ય આસનો પ્રધાનજી સમજાવશે.

વિદ્યા૦- “નીતિ એટલે રાજ્યનીતિ અને રાજનીતિ. પાંચાલી તે પ્રજા અને પાંડવો તે રાજગુણ; તે ઉભયના કલ્યાણને માટે જે સાર્વજનિક વિચારથી રચાય તે રાજ્યનીતિ. રાજ્યનીતિ તે True statesmanship; રાજનીતિ તે માત્ર diplomacy and political craft or statecraft. એકલા રાજાની સત્તા સબળ કરવાને રાજા અથવા અમાત્ય જે પરાનુસન્ધાનાદિ કળાઓ વાપરે તે રાજનીતિ. સર્વદર્શન અને યોગથી જે લોકકલ્યાણને લક્ષ્ય કરનાર સિદ્ધાંત રચાય તે યોગાસન ઉપર. એ સિદ્ધાંતનો નિર્વાહ કરવા કેવાં સાધન શોધવાં અને સજ્જ કરવાં એ રાજ્યનીતિ નીતિઆસન ઉપર રચાય છે. તમારું રાષ્ટ્રીય ધર્મશાસ્ત્ર - International law - આ નીતિઆસન ઉપરથી જોવાય છે, ચક્રવર્તી ઈંગ્રેજ સરકાર સાથેનો વ્યવહાર આ નીતિઆસન ઉપરના વિચારમાંથી રચાય છે. This is the Seat of Statesmanship.The Seat of Thought points out the goal. The Seat of Statesmanship finds out the ways and means of reaching the goal, and here too the Seat of Thought watches and guides.Foreign Policy, Treaties, and the like are designed and approved here. Here too the Actions, which the next Seat goes through, are designed. This is the seat of perfecting Arjuna's Designs. યોગાસન ધનુષ્યધર છે. નીતિઆસન તેનું ધનુષ્ય છે.એ ધનુષ્ય ઉપર ક્રિયારૂપ બાણ ચ્હડાવવાનું કામ ક્રિયાસન પર થાય છે. વિજય અને વિભૂતિ એ બે વાનાં આ સર્વનાં ફળ છે. રાજ્યનીતિ આ આસનમાં રચાય છે. રાજનીતિ કૌરવભવનમાં રચાય છે અને તેનો અધિકાર રાજ્યનીતિને અનુકૂળ ર્‌હેવાનો છે.

“This is the Seat of large-minded Policy for the people and of Perfected Design; and the Spirit that presides over it, reaches with long arms the Greatest Arts of State prevalent in the most distant parts of the world, and, moving more in that line, utilizes and conquers the Powers of Nature and the Spirits of the Age. And in all his designs he creates what is noble, good, and great, and you can never draw him into