પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૪૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૪

ઇન્દ્રાજ્ઞાથી સ્વર્ગનાં નૃત્ય, ગીત, અને વાદિત્ર શીખવ્યાં. સંસારને મૃત્યુ આપવા, બન્ધમાં નાંખવા, અને પ્રસન્ન કરવાની ક્રિયાઓનાં સાધનો ક્રિયાવાન અર્જુન પૃથ્વીને છેડે જઈ આવી રીતે લેઈ આવ્યો. તે સર્વ ક્રિયાઓનું દર્શન આ ક્રિયાસનમાંથી થાય છે. એ અસ્ત્રમાત્ર કૌરવો સામે કેમ વાપરવાં તે ભીમાદિપર્વનાં રહસ્ય સમજ્યાથી સમજાશે. આ રત્નનગરી સંસ્થાનના નૌકાશ્રયો[૧], અગ્નિરથનો માર્ગ,[૨] પરદેશના વ્યાપાર, પ્રજાનાં પરદેશપ્રસ્થાન,[૩] દેશી અને પરદેશી વ્યાપારીઓના સંબંધ, દેશી તથા પરદેશી વિદ્યાઓ, પદાર્થશાસ્ત્રો – કળાઓ – અને શોધો, એ સર્વ ઉપર અનિમિષ લક્ષ્ય રાખી તે દિશામાં ક્રિયા પામનાર અસ્ત્રોને પાંડવ અને પાંચાલીના કલ્યાણને માટે, ફેંકવાને આ રાજ્યના અર્જુનમાં ઉત્સાહ, શક્તિ, અને બુદ્ધિ આવે એવો માર્ગ આ ક્રિયાસનસ્થ અર્જુનને આ ભવનની સર્વ સામગ્રી દેખાડે છે. “સબ ભૂમિ ગોપાલકી, યામેં અટક કહાં?” એ નિયમ માનનાર ગોપાલભક્ત અર્જુનને ધર્મ અને ભીમની આજ્ઞા શીવાય બીજી ચીજ અટકાવતી નથી. એ “શ્વેતવાહન[૪]”નાં સાધન મલિન નહીં પણ ઉજ્વળ હોય છે. વામ અને દક્ષિણ બે હાથ સરખા ગણી તેમાંથી ફાવે તે હાથે બાણ નાંખનાર -Habit, Prejudice, and Superstition વગેરે અભ્યાસદોષથી થયેલી વિક્ષેપશક્તિઓથી મુક્ત રહી ગમે તે હાથે – અર્જુન ક્રિયા કરે છે અને તેથી જ તે સવ્યસાચી ક્‌હેવાય છે. This is the seat of free Activity, of execution of Designs, of Enterprise, and, in short, for preparing and furthering without stint or reserve the means and movements of such Progress Policy as may be matured in the seats of Thought and Statesmanship. This seat sends forth ships, merchants, students, scientists, artists, and artisans from Ratnanagari and aspires to import the latest triumphs of art of art, science, industry, learning and commerce into this country. Even the military and naval education of our cadets, Bhayads and others in foreign schools is attended to here. We propose from this place to carry out a programme of giving a general all-sided lift to the


  1. ૧.બંદર, ફુરજો
  2. ૨.રેલવે
  3. ૩. Emigration
  4. ૪.અર્જુનનું નામ.