પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૫

subjects of this State in all concerns, physical, moral, educational, economical, and in fact in all matters that can raise their life and status.

“ક્રિયાસનના પાછળ પેલી પાસ ક્રિયાના ઈશ્વરદત્ત ફળરૂપે થતા વિજયનો સત્કાર કરવાને વિજયાસન છે. વિજય અને જિષ્ણુ એવાં અર્જુનનાં નામ છે. His conquests are not merely those of arms, but he also makes them by exercising influence over the world outside his kingdom and by extending what people have of late been calling “spheres of influence.” He exports the powers and products of his State to distant fields and brings money. He is therefore, called the Conqueror of Wealth. અર્જુનનું નામ ધનંજય પણ છે. પરદેશને આ દેશની વસ્તુઓથી મોહિત કરી ત્યાંથી દ્રવ્ય લાવનાર વિજય તે આ જ છે – એ ક્રિયામાં વિજયનાં અસ્ત્ર દૂર દેશોમાં ફેંકાય છે. અગ્નિ અને વરુણનાં આપેલાં અસ્ત્ર આ વિજય માટે જિષ્ણુનાં ફેકેલાં વધે છે. બીજી રીતે કૌરવની રાજનીતિ ઉપર પાંડવોની રાજ્યનીતિએ મેળવવાનો તે વિજય પણ આ આસનમાં સમાપ્ત થાય છે. ભીષ્મપિતામહ સામે શિખંડી ઉભો કર્યો, દ્રોણ અને અશ્વત્થામા જેવાની મહાવિદ્યાઓ સામે મહાવિદ્યા ઉભી કરી બ્રહ્મતેજનો દુરુપયોગ નષ્ટ કર્યો. કર્ણનો નાશ કર્યો ઇત્યાદિ વિજય શ્રીકૃષ્ણ અને અર્જુનના સંયોગથી અર્જુનને પ્રાપ્ત થયો છે તેમાં પણ રાજ્યનીતિનાં રહસ્ય છે. The Spirit of Progress conquers Bhishma - the Grandfather Spirit of Old Wisdom and Tradition, and quiets, without destroying, Drona, the Spirit of Learning and Knowledge, when these lend themselves to the service of a wrong cause-the cause of mere statecraft and royal person as opposed to the weal of the State and People.

“વિજયાસન મુકી ચોથા ખુણામાં વિભૂતિઆસન છે વિજયનું ફળ વિભૂતિ છે, યુદ્ધકાળ અને શાંતિકાળના વિજયને અંતે અર્જુનના સાધનથી પાંડવો અને પાંચાલી નવી વિભૂતિ દેખે છે. દેશવિદેશનાં રત્નો – નરરત્ન અને વસ્તુરત્ન – રાજ્યમાં આવે તો તે રાજ્યની વિભૂતિ રચે છે. It is the Spirit of Progress that imports and attracts