પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૬

freely and without prejudice the best things and men of foreign birth. It is this Spirit of Importation that makes a nation great. અર્જુને પરરાજ્યમાંથી શું શું આણ્યું ? પાંચાલીને કોણે આણી ? શ્રીકૃષ્ણ જેવા યોગેશ્વરને અશસ્ત્ર રહીને પણ સારથિપણું કરાવવા દ્વારકામાંથી કોણ લેઈ આવ્યું ? ખાંડવવન બાળવા જતાં એમનું સાહાય્ય કોણે લીધું ? દૈત્ય અને મનુષ્યો વચ્ચેનો વૈરભાવ ભુલી દૈત્યકુળના મયદાનવને પોતાને ઘેર કોણે આણ્યો ? અનેક દ્રવ્યો અને રત્નોથી મયદાનવે રચેલો સભારૂપ વિભૂતિ કોને લીધે ? દૂરદેશથી અસ્ત્રો કોણે આણ્યાં ? સ્વર્ગસુધી જઈને મહાવિભૂતિઓ લેઈ પાછું ઘેર કોણ આવ્યું ? એ સર્વ કામ અર્જુને કર્યું, દેશવિદેશ ભ્રમણ કરી અનેક કળાથી વિભૂતિઓ આણનાર ઉદાર અર્જુન વૃદ્ધમહારાજને બહુ પ્રિય હતો. રાજસૂર્ય અને અશ્વમેધ જેવા યજ્ઞ, કૃષ્ણ જેવો મિત્ર અને મંત્રી, કુરુલક્ષ્મીનું વહન, મયની સભા, અને એવી અનેક વિભૂતિઓને પરદેશથી આણી સ્વદેશમાં તેમનો સત્કાર કરનાર રાજ્યપુરુષકાર અર્જુનનાં સ્તોત્ર આ પુસ્તકોમાં ભરેલાં છે. This is the seat of Higher Life achieved and filled by the activities and enterprise of the Spirit of Progress. From the seat of High Thought to that of High Design. From High Design to the seat of full and forward Execution, and from that to Success, the nation is lifted, and from the seat of Success the nation is ushered by the Spirit of Progress into this last seat of Greatness and of High Life and Higher Fruition.

“વીરરાવ ! ચંદ્રકાંત ! મ્હેં તમને આ ભવનના લેખોનો અને વૃદ્ધ મહારાજના પ્રિયતમ રાજગુણોનો વિસ્તારજાળ દર્શાવી દીધો. તેમના લેખ મને જિવ્હાગ્રે આવી ગયા છે; બાકીનાં ભવન ગૌણ છે, તેનું સંક્ષેપમાં વર્ણન કરવાનું; તે કુરુભવનમાં બેસી શંકરશર્મા અને પ્રવીણદાસ પાસે કરાવીશું. તમે ઘણો શ્રમ લીધો છે. અમને તો વૃદ્ધ મહારાજ ઉપરનો અમારો સ્નેહ આવી કથાઓ કરતાં તેમના સંસ્કાર મરણમાં આણે છે ને આનંદ આપે છે. પણ તટસ્થ શ્રોતાજનને તે કાંઈક શુષ્ક અને નીરસ લાગે. આપની મમતા અમારા ઉપર ન હોય તો આટલો શ્રમ લેવો પરવડે જ નહી. ”