પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૩

force, this minion of military and regal power, and will, to set an example, drink his blood like a Spirit of Retribution if not revenge. Let rulers beware !"

"આ પછી કર્ણભવન અર્જુન ભવનની સામું છે. એ દાનશક્તિનું સ્વરૂપ છે. દાનશક્તિનો જન્મ પાંડવોની જ માતાથી છે. જે રાજામાં આ શક્તિ નથી તે નપુંસક છે. જે રાજામાં આ શક્તિની સીમા હશે તે રાજા મૂર્ખ હશે કે દુષ્ટ હશે તો પણ આ શક્તિને પ્રતાપે ઘણી વાર ટકી શકશે. એને ભય માત્ર એટલું કે કૃષ્ણ જેવા સારથિને લેઈ અર્જુનનો રથ સામો હશે ત્યારે કર્ણનો નાશ સમજવો. એના ગુણદોષ સંભળાવતાં પિતામહે એના દોષ કહેલા છે કે,

"अकस्मत्पाण्डवान् सर्वानवक्षिपसि सुव्रत ।।
जातोऽसि धर्मलोपेन ततस्ते बुद्धिरीद्दशी ।
नीचाश्रयान्मत्सरिणी द्वेषिणी गुणिनामपि ॥"

જો આટલા અવગુણ ન હત તો કર્ણના બાકીના ગુણ મ્હોટા છે.

"जानामि समरे वीर्यं शत्रुभिर्दुःसहं भुवि ।
ब्रह्मण्यता च शौर्यं च दाने च परमां स्थितिम् ।।
न त्वया सद्दशः कश्चित्पुरुषेष्वमरोपम ।।

"The power of generous gifts, patronage, and munificence, is the greatest prerogative of the Crown. A policy that relies upon the power of its generous hand, will, only fail where it marches against the combined forces of the Progressive and Just principles of Public Weal or degenerates into vanities and jealousies।"

"તે પછી તમે ગુરુભવન દેખો છો. એમાં દ્રોણાચાર્ય અને અશ્વત્થામાની પ્રતિષ્ઠા છે. વિધાને વિધારૂપે અને કલાને કલારૂપે સાધે, જાતે તેનો ઉપયોગ કરે નહી, અને તે વિદ્યા અને કલાનો ઉપયોગ કરી શકનારને તેનો ઉપયોગ શીખવે – એ ગુરુ,એ બ્રાહ્મણ: પછી તેને યજ્ઞોપવીત હો કે ન હો. આર્મસ્ટ્રોગ અને ક્રપ જેવા તોપોના રચનાર આ ન્યાયે બ્રાહ્મણો જ ગણવા. જો આવા બ્રાહ્મણો જાતે યુદ્ધમાં ભળે અને અશિક્ષિત જગત્ ઉપર પોતાનાં દિવ્ય અસ્ત્ર પ્રહરે તે અધર્મ થાય અને જગતનો નાશ થાય."