પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૫

against the Angel of Progress and his brothers.

"દ્રોણ ને ભીમસેને વાક્ય વડે ગદા મારી કહેલું છે કે

यदि नाम न युध्येरन् शिक्षिता ब्रह्मबन्धवः ।
स्वकर्मभिरसंतुष्टा न स्म क्षत्रं व्रजेत् ।।

જેમ શૂદ્રાદિને બ્રાહ્મણનાં કર્મ નિષિદ્ધ છે તેમ બ્રાહ્મણને ક્ષત્રિયોનાં કર્મ નિષિદ્ધ છે. તે નિષેધ ન માનનારને શિક્ષા છે. Bhima bears no infringement of Duties and Discipline.

“એ જ ભવનમાં અશ્વત્થામાનો પણ સમાસ છે. બ્રાહ્મણ વૈરનો પ્રેર્યો શું શું અનિષ્ટ અને અધર્મ્ય કર્મ કરી બેસે તે જાણવું હોય તો અશ્વસ્થામાના કર્મ જેવાં. साक्षरा विपरीता राक्षसा भवन्ति તેનું એ દૃષ્ટાંત છે. એ બ્રાહ્મણને શ્રીકૃષ્ણનું ચિત્ર લેવાનો દુષ્ટ લોભ થયો હતો. એણે નારાયણાસ્ત્ર અને બ્રહ્માસ્ત્રનો પાંડવો સામે દુરુપયોગ કર્યો. એ અસ્ત્રનાં રહસ્ય જાણનાર શ્રીકૃષ્ણે તેનો પ્રતીકાર અર્જુન પાસે કરાવ્યો. જ્યારે રાજ્યસાગરમાં તોફાન જાગે અને કૌરવો બ્રાહ્મણ પાસે બ્રહ્માસ્ત્ર ફેંકાવે એટલે બ્રહ્મતેજની જ્વાલાઓ પાંડવો સામે બ્રાહ્મણ પાસે ફેંકાવે ત્યારે ક્રિયાવાન્ અર્જુને તેવુંજ અસ્ત્ર ફેંકવું એટલે એ જ્વાલાઓ સામે એવીજ જ્વાલાઓ ફેંકવી જેથી સ્વજાતીય જ્વાલાઓ એકબીજામાં શાંત થશે, When the sacerdotal and learned classes yield to being set up in sectarian spirit against the path of what is right and progressive in the State and among the people, the Spirit of Progress may as well raise counter-sects and break the force of the former by allowing them to dash against the latter. This is meeting Brahmastra with Brahmastra. It is what we in these days would call setting up journals against journals and congresses against congresses in order to further the cause of Progress and thresh out superior results. બ્રાહ્મણો સામે બ્રાહ્મણ ને શાસ્ત્ર સામે શાસ્ત્ર."

"પણ અશ્વત્થામા બ્રહ્માસ્ત્ર ન ફેંકતાં માત્ર નારાયણાસ્ત્રજ ફેંકે તો તેના સામે ન થતાં તેની જ્વાલાને અપ્રતિહત બળવા દેવી એટલે એ તેજ જાતેજ શાંત થશે. બ્રાહ્મણો જાતે તોફાન કરવાનું મુકી દેઈ અને પોતાનાં શાસ્ત્રશસ્ત્ર પડતાં મુકી માત્ર જગન્નિયંતા શ્રીનારાયણને નામે નારાયણનાં ધર્મશાસ્ત્રનું તેજ