પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૬

પાંડવો સામે પ્રકટ કરે ત્યારે તે નીતિમાન અર્જુને માત્ર તેને જોયાં જ કરવું, અને તે તેજની જ્વાલાઓને જાતે પ્રકટ થવા દેવી ને તેનો પ્રતિરોધ કરવો નહી એટલે ધર્મની સેના કેણી પાસ છે અને અધર્મની કેણી પાસ છે એટલું બતાવી તેજ જાતે જ શાંત થઈ જશે, અને તેનાથી માત્ર ધર્મપક્ષનું જ પ્રકટીકરણ થશે. This is the weapon of Divine Learning. The flames of Divine Learning can never hurt the cause of Righteousness if they are allowed to burn themselves away unopposed, for they can only show where Righteousness is and where it is not, Opposition makes them more critical and searching. These flames can only be fanned and rendered more irresistible by such opposition : while left to themselves they pass away into the lights of Nature and leave no vantage to those that had generated them.

“દુષ્ટ અશ્વસ્થામાને શિક્ષા એટલી જ થઈ કે તેના મસ્તકનો મણિ લેઈ લેવામાં આવ્યો અને મસ્તકમણિહીન ચિરંજીવ થઈ આજસુધી જગતના શૂન્ય દેશોમાં એ ક્વણન કર્યો કરે છે.*[૧] મસ્તકનો મણિ તે ઉત્તમાંગમાંના બ્રહ્મરંધ્રમાંનો સદ્બુદ્ધિરૂપ પ્રકાશ. બ્રાહ્મણને એનાથી પ્રિયતર શું? હું ધારું છું કે અશ્વત્થામા આવા રૂપમાં આજકાલના બ્રહ્મબંધુઓની જિવ્હાદ્વારા ક્વણે છે - તેમનો પૂર્વજોના મસ્તકમાંને અર્થજ્ઞાનરૂપ મણિ હવે આજના બ્રાહ્મણોના મસ્તકમાં નથી અને જેની તેની જીભે માત્ર જ્ઞાન શીવાયના ઉદ્ગારનું વર્ણન ચિરંજીવ જણાય છે તે જ શ્રીકૃષ્ણનો શાપેલો અશ્વત્થામા છે."

“હવે પિતામહભવન એ છેલું છે. He is the Spirit of the Traditions, Experience, and Wisdom of Ages. પિતામહ એ પુરાણઅનુભવની મૂર્તિ છે, એમનું જ્ઞાન, એમની નીતિ, અને એમના સદ્ગુણોમાં આ દેશની આશા છે, પણ અધર્મને રાજનય જ્યારે તેને અધર્મન યુદ્ધમાં આગળ કરશે ત્યારે યોગેશ્વર કૃષ્ણ પ્રતિજ્ઞા મુકી શસ્ત્ર ધરશે ને ક્રિયાવાન્ અર્જુનને ધૃષ્ટતર કરશે, અને કન્યાશરીરમાંથી પુરુષશરીર- રૂપે પ્રકટ થયલા શિખંડીને આગળ કરી વિચિત્ર વ્યૂહ રચશે. શિખંડીની સામાં પિતામહ મનસ્વિતાથી અસ્ત્ર પ્રહાર નહીં કરે અને શિખંડીની પાછળથી


  1. * કણ્યાં કરે છે.