પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૬૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૯

એ સર્વમાંનાં વર્ગીકરણ તમે જોયાં. રાજ્યકાર્યમાંનો એક પણ વિષય મહારાજની દૃષ્ટિ બહાર ર્‌હે નહીં, વિષયને લગતા ઉદ્દેશ, ઉપદેશ, પુસ્તકશાળાઓ, અનુભવશોધન અને મહારાજના પોતાના પ્રસંગભૂત વિચાર – એ સર્વના સંગ્રહનાં , પણ વર્ગીકરણ કરી આ ભવનોમાં રાખેલાં છે. We have found out and developed the classifications of Vyasa sufficiently for our purposes.

ચંદ્ર૦– ઇતિહાસ ગણાતા કાવ્યમાંના પાત્રવર્ગને રૂપકરૂપ કર્યાથી તમારે શિર નાસ્તિકતાનો અપવાદ આવતો નથી ?

વિધાચતુરે સ્મિત કર્યું. “ પાંડવ અને કૌરવોને ઐતિહાસિક પુરુષો ગણવા નહીં એવું ક્‌હેવાનો ઉદ્દેશ અમે રાખતા નથી. તેવા પુરુષ થઈ ગયા હો કે ન હો એ શોધ કરવો એ તમારા જેવાનું કામ છે. મહાકવિએ ઇતિહાસ સાથે રૂપક પણ કેમ મુક્યાં ન હોય ? વ્યાસજીનાં મુકેલાં બીજનું વર્ગીકરણ કરી વૃદ્ધ મહારાજે આ બોધ અને રમ્યતાનું સ્થાન કરેલું છે."

વીર૦- મહારાજને બોધ અને સુન્દરતા નો તેમ આશ્વાસન પણ આ સ્થાને જ મળવું જેઈએ.

વિદ્યા૦- “ધર્મભવનનો હેતુ જીવતાં સ્વર્ગ આપવાનો જ છે યોગાસન આગળ શ્રીકૃષ્ણનો ઉપદેશ છે–

"कर्मण्येवाधिकारस्ते मा फलेषु कथंचन ॥"

“આ ઉપદેશ સર્વે ક્રિયાઓને કાળે સ્વસ્થતા અને આશ્વાસન આપે છે. મનુષ્યદેહભવનમાં જઈ મહારાજ સર્વ અવસ્થાઓ માટે તત્પર ર્‌હે છે. ચક્રવર્તી ભવનમાં જઈ રાજ્યધર્મના સહાયરૂપ સરકારને દેખે છે અને સરકારના વર્તનમાં દોષ હોય તેનો અન્યભવનમાં વિચાર કરી, આ કાઉન્સિલ હોલમાં સિદ્ધાંત ઉપર આવે છે અને તે પ્રમાણે નિર્વાહ કરવા મન્ત્રીઓને આજ્ઞા કરે, તે પછી ફળસબંધે પોતાનો અનધિકાર સ્વીકારી મનુષ્યદેહભવન અને મોક્ષભવનમાંથી આશ્વાસન અને સ્વસ્થતા પામે છે. ભૂતકાળના મહાત્માઓનું અનુભવમૂલક પણ ચમત્કાર ભરેલું બુદ્ધિજ્યોતિ પ્રત્યક્ષ કરી તદ્રુપ થવાનો ઉત્સાહ અહીં મહારાજ સપક્ષ કરે છે, અને ભવિષ્ય માટે સંભારનો સંગ્રહ કરે છે. Here His Highness provides kindergarten to study what Bacon called