પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૯


હાથ અરકાડ્યા. તેનો લાભ લેઈ જાતે ચાલવા ઉતરી પડવા ઇચ્છતી પોતાની પળવારની અવશતા સ્મરી શરમાતી કુમુદ બોલી;

“મૈયા, તમારે હાથે પરસેવો વળ્યો છે. મને હવે ઉતરવા દ્યો અને અમૃતપાન કરાવતા સર્વ શ્લેક ફરી ફરી સાંભળવા દ્યો.”

“મધુરી, એ પરસેવો ત્હારો પોતાનો છે - મ્હારો નથી.”.... ... ....



પ્રકરણ ૧૪.
સુરગ્રામની યાત્રા

તીર્થક્ષેત્ર સુરગ્રામમાં ઘણાંક દેવાલય હતાં પણ તે સર્વ ગામબ્હાર નદી અને સમુદ્રના તીર ઉપર અને તેમના સંગમ ઉપર હારોહાર ઠઠબંધ હતાં. ગામમાં માત્ર બે જ માર્ગ પાઘડીપને એકબીજાની આગળ પાછળ સમાંતર રેખામાં આવેલા હતા. એ બે માર્ગની વચ્ચે ઘરોની એક હાર હતી તેમ તેનાથી માર્ગની બીજી પાસ બે હારો મળી, ત્રણ હારો ઘરની હતી. વચલી હાર બેવડી હતી એટલે એક ઘર આ પાસ અને બીજું બીજી પાસ દ્વારવાળું હતું. એક માર્ગનું નામ ગુરુ માર્ગ અથવા ગોરની શેરી હતી. બીજો માર્ગ ચૌટાને નામે પ્રસિદ્ધ હતો. ગોરની શેરીમાં તીર્થના ગોર - બ્રાહ્મણો ર્‌હેતા. ચૌટામાં વસવાયા અને વ્યાપારી લોક તથા ખેડુતો ર્‌હેતા. શેરી અને ચૌટાની વચલી હારમાં એક મ્હોટું શિવાલય હતું અને તેની આશપાશ કઠેરાબંધ ઉઘાડો ચોક છોબન્ધના તળવાળો હતો. પૂજા અને દર્શન કરનારની ભીડ આછી થતી હતી. કારણ સ્નાન વગેરેમાંથી પરવારી ભોજનસામગ્રીનો આરંભ કરવા જવાની વેળા હવે સર્વને થતી હતી.

પ્રાતઃકાળે નવ વાગતામાં સરસ્વતીચંદ્ર પોતાના સાથ સાથે અંહી આવી પ્હોચ્યો અને આ શિવાલયના આ ચોકની એક પાસના ઓટલા ઉપર બેઠા બેઠા સર્વ થાક ઉતારવા લાગ્યા. મુંબાઈ નગરીના રોણકદાર બંગલાઓમાં રહેલાને ગામડુંજ નવાઈની વાત હતી તે આ સ્થાને કાંઈ વિશેષ લાગે એ સ્વાભાવિક હતું. સુંવર્ણપુરના કારભારીના ઘરમાં અને યદુશૃંગના મઠમાં તો કંઈક ભવ્યતા હતી અને રાજેશ્વરના દેવાલયથી આ દેવાલય બહુ જુદી