પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૦૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૪


“હેં ! ત્રણ દિવસ થયાં ખાય છે? દીકરી, ગજબ કર્યો ! ” – છાતી ઉપર હાથ મુકતી સુન્દર ચપ લેઈને ઉભી થઈ અને હાંલીને અડકવા ગઈ

“હાં, હાં, અડકશો નહી – નવણમાં છું” કુસુમ ગાજી ઉઠી.

“હવે જાણ્યું ત્હારું નવણ ને બવણ. જમનીનું લુગડું, જમનીની માટલી, ને બધું નવણમાં હશે ખરું કની ? ”

“તો, આ જુવો. પણે કાલને માટે ધોઈ સુકવી મુકેલું લુગડું પેલા ઝાડની ડાળ ઉપર, ને આ હાંલી તે કુંભારના ઘરની નવી છે. કાકી, આવો તો ખરાં; જરા ચાખો તો ખરાં, જુવો તો ખરાં વારું, આમ શું ગાંડાં ક્‌હાડો છો?”

“હા હા, હું ગાંડી, ને તું ગાંડી તે ડાહી. હું તો અડકું છું ને હાંલી બાંલી બધું લઉં છું ઘરમાં ત્હારાં માને ને બાપને દેખાડવાને.” સુન્દર અડકવા ગઈ, કુસુમે તેને અટકાવી.

"જો, ત્હારે આ વાત તેમનાથી છાની રાખવી હોય તો એટલું કબુલ કર કે આવું આવું જે જે ધતીંગ કરે તેની પ્રથમ મને જાણ કરવી."

"તે તમે કબુલ કરો છો કે તમારે એ વાત કોઈને ક્‌હેવી નહી?”–

“હા.”

“ને મને અટકાવવી નહી ?”

"એ તો અટકાવવાનું હોય ત્યાં અટકાવવીયે પડે !”

“તે બળથી કે કળથી ?”

“કળથી, બાપુ, કળથી. એટલું યે કબુલ તો કર.”

“નક્કી – ખાતરી ?”

"હા નક્કી ! ખાતરી ! ”

“જાવ ત્યારે કબુલ. ”

“ત્યારે ક્‌હે કે આવું આવું શું શું ધાર્યું છે?”

“જુવો, ગુણીયલના મનમાં મને બુદદ્ધિધનભાઈને પરણાવવાનું છે- તેની આપણે ના છે. બ્હેનના સસરા તે મ્હારા વડીલ, પિતાજીના મનમાં મને સરસ્વતીચંદ્રને પરણાવવી છે - તેમાં પણ આપણી ના સમજવી. અને આ ચંદ્રકાંતભાઈના ઘરમાં એક છે ને તેના ઉપર મને બીજી બેસાડવાની માગણી તેમના ભાઈએ કરી છે – તે કાગળ પિતાજી ઉપર છે – તેની પણ ના.”